સુસંગતતા


ડ્રેગન – કૂકડો સુસંગતતા

ડ્રેગન પતિ + કુકડો પત્ની

જીવનની કેટલીક આંટીઘૂંટીઓને પહેલાં ઉકેલવાનું કામ કરીને આ દંપતી તેમની વચ્ચે સારો સુમેળ સાધી શકે છે. આ જોડીમાં પત્નીની વિવેકબુધ્ધિ ક્યારેક ઉપયોગી નીવડી શકે પરંતુ તેનું આખાબોલાપણું પતિના અહં પર ઘા કરી તેની લાગણીઓ દુભવી શકે છે. આ જોડીમાં પતિ શક્તિશાળી અને જીવનશક્તિથી ભરપુર હોય છે જ્યારે પત્ની કુશળ, કરકસરવાળી અને કેટલાક સંજોગોમાં ટીકાખોર હોય છે. તેઓ જો સૌપ્રથમ ચોક્કસ નિયમોને અનુસરવા માટે સહમત થાય તો તેમનું દાંપત્યજીવન ઘણું સુખમય રહે છે. બંને ઘણા બુદ્ધિશાળી છે અને એકબીજાને દબાવવાનો પ્રયત્ન કરતા નથી.

કુકડો પતિ + ડ્રેગન પત્ની

આ જોડી ખૂબ જ સુસંગત કરી શકાય તેવી છે જેમાં કૂકડાની રાશિમાં જન્મેલો બુદ્ધિશાળી પતિ તેની પત્નીના બિન્દાસ અને આશાવાદી વ્યક્તિત્વથી ઘણો મોહિત હોય છે.પત્ની તેના પતિની જન્મજાત ખાસિયતોની કદર કરશે અને સાથે રહીને તેઓ જીવનપથમાં આગળ વધતી વખતે મળતી તમામ તકોનો મહત્તમ ઉપયોગ કરે છે. પત્ની તેના પતિના વર્ચસ્વ જમાવવાના સ્વભાવથી પરેશાન નથી થતી અને તેના પતિના બોલકણા સ્વભાવને બહુ ધ્યાન પર લેતી નથી. પત્ની તેના પોતાના જ નિવેદનો પરથી ઝડપથી ફરી જાય છે જે સ્વભાવ તેના પતિએ સહન કરવો પડે છે. એકંદરે પતિને લાગે છે કે તેની પત્ની શક્તિનો ભંડાર છે. ઉપરાંત પત્નીને પણ તેનો પતિ સમાન દરજ્જો આપતો હોવાનો દેખાવ કરતો હોવાથી પત્નીને ગુસ્સો આવતો નથી.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ