સુસંગતતા


ડ્રેગન – વાનર સુસંગતતા

ડ્રેગન પતિ + વાનર પત્ની

ભાવનાત્મક અને માનસિક દ્રષ્ટિએ આ જોડી ઘણી સુસંગત છે. પતિ તેની પત્નીના કરિશ્માથી આકર્ષાય છે જ્યારે પત્ની તેના પતિની લીડરશીપ(નેતૃત્વ કળા)ની કદર કરે છે. બંને સાહસિક હોય છે અને કામકાજમાં પર્ફોર્મન્સની બાબતે સામાન્યથી વધુ સારા હોય છે. તેઓ એક ચપળ અને હોશિયાર દંપતિ તરીકે રહી શકે છે. બંને સાથે રહીને પોતાની કાર્યક્ષમતાઓ વધારવા માટે નવી ક્ષિતિજો તરફ મીટ માંડી શકે છે. બંને ઘણા મિલનસાર હોય છે અને વ્યવસાયના સ્થળે તેમ જ ઘરે ખૂબ સારી રીતે કામ કરી શકે છે.

વાનર પતિ + ડ્રેગન પત્ની

આ જોડી ખૂબ સુસંસગત કહી શકાય તેવી છે કારણ કે તેઓ બંને એકબીજાના પૉઝિટીવ પરિબળોનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે તેના કારણે તેમનું દાંપત્યજીવન ખૂબ લાંબો સમય સુધી ટકી રહે છે. પતિ ઘણો વ્યવહારુ દ્રષ્ટિકોણવાળો અને હોંશિયાર હોય છે જ્યારે પત્ની બંને માટે પુરતી ઉર્જા અને દ્ઢ નિર્ણયશક્તિ ધરાવતી હોય છે. પતિ બધાં જ કામ આયોજનથી કરે છે જ્યારે પત્ની તેના લક્ષ્યને વધુ ઊંચાઈએ લઈ જાય છે. પતિને મુશ્કેલ કાર્યો હાથમાં લેવાનું ગમે છે જ્યારે પત્ની પતિને પ્રેરણા સાથે સહકાર આપશે. બંને એકબીજાને ખૂબ ધ્યાનથી સાંભળશે અને એકબીજાના મંતવ્યો તેમ જ વિચારોનું આદાનપ્રદાન કરશે જેથી તેમના સંબંધો શાંતિપૂર્ણ રીતે જળવાઈ રહેશે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ