સુસંગતતા


શ્વાન – મૂષક સુસંગતતા

શ્વાન પતિ + મૂષક પત્ની

આ જોડીમાં જો પતિ-પત્ની બંનેને સમાન બાબતોમાં રસ હોય તો તેમના સંબંધો ખીલી ઉઠે છે. બંને ખૂબ હોંશિયાર અને મિલનસાર સ્વભાવના છે અને એકબીજામાં વિશ્વાસના કારણે તેમનું દાંપત્યજીવન પરિપૂર્ણતાભર્યું સાબિત થઈ શકે છે. પત્ની ઘણી પ્રેમાળ અને કરકસરવાળી હોય છે,પરંતુ તેનો પતિ નિશ્ચિન્ત સ્વભાવનો અને ક્ષુલ્લક બાબતો પર ઝગડા ન કરે તેટલો સમજદાર હોવાથી સંબંધો પર અસર પડતી નથી. બંને જણાં બોલવામાં તેમ જ હરવાફરવામાં કોઈ પર પાબંદી લાદતા ન હોવાથી અને એકબીજાને પૂરતો અવકાશ આપતા હોવાથી ઝગડાને ઓછો અવકાશ રહે છે.

મૂષક પતિ + શ્વાન પત્ની

મૂષક રાશિના પતિનું જીવંત અને ઉદ્યમશીલ વ્યક્તિત્વ શ્વાન રાશિમાં જન્મેલી વફાદાર અને વ્યવહારૂ પત્નીના વ્યક્તિત્વ સાથે સારી રીતે બંધબેસે છે. તેઓ બંને શાંતિપૂર્ણ અને સ્વતંત્ર જીવનશૈલીમાં માને છે. મૂષક રાશિના પતિને શ્વાન રાશિની પત્નીની હૂંફ આશ્વાસન રૂપે મળતી રહે છે તો બીજી તરફ શ્વાન રાશિની પત્ની તેના પતિના સૌંદર્ય અને વાકછટાથી આનંદિત અને પ્રભાવિત રહે છે. જો કે તેઓ પોતાના સંબંધોને વધુ સારા બનાવવા માટે સમાધાન કરે તો પણ તેમનું દાંપત્યજીવન સારા જોડાણ કરતા સમજૂતીરૂપ વધારે સાબિત થશે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ