સુસંગતતા


શ્વાન – સસલું સુસંગતતા

શ્વાન પતિ + સસલું પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંનેના સ્વભાવ એકબીજા સાથે ખૂબ જ સારી રીતે મેળ ખાતા હોવાથી તેમની વચ્ચે ખૂબ જ સારી સુસંગતતા રહી શકે છે. પત્ની ઘણી રચનાત્મક, ચતુર અને આકર્ષક હોય છે જ્યારે શ્વાન રાશિમાં જન્મેલો પતિ ઘણો સરળ અને સીધો હોય છે. બંનેને મોજમસ્તી ખૂબ જ ગમે છે પરંતુ બંને એવા કામો જ કરવાનું પસંદ કરે છે જેની કોઈ ઉપયોગિતા હોય. તેમનામાં બંનેમાં જન્મજાત સહકારની વૃત્તિ જોવા મળે છે અને બંને એકબીજાને સ્વતંત્ર રીતે કામ કરવાની પૂરતી તક આપે છે. પત્ની આરામદાયક અને વૈભવી જીવન પ્રત્યે વધુ ગમે છે જ્યારે પતિ ઓછો ભૌતિકવાદી અને વધુ સમજદારીભર્યો છે. બંનેને એકબીજાની લાક્ષણિકતાઓથી કોઈ પરેશાની ન હોવાથી આ જોડી ખૂબ જ સુખમય રીતે જીવન પસાર કરી શકશે.

સસલું પતિ + શ્વાન પત્ની

આ જોડી પારસ્પરિક રીતે ઘણી ફાયદાકારક રહે છે. તેઓ બંને એકબીજા પાસેથી વ્યાજબી માંગણીઓ જ કરે છે. આ કારણે તેઓ બંને સંતુષ્ટતાની લાગણી અનુભવે છે. પતિ તેની પત્નીનો હંમેશા હિતેચ્છુ રહે છે અને પ્રેમની બાબતે પોતે પ્રતિકુળતા અનુભવે તો પણ તેની પત્નીને પ્રેમ કરે છે. પત્નીને તેના પતિનો સ્ટાઈલિશ અને શિષ્ટ અભિગમ ગમે છે જ્યારે પતિને તેની પત્ની કોઈપણ પરિસ્થિતિમાં તર્ક અને વિશ્લેષણનો અભિગમ અપનાવે તે ગમે છે. પતિને જ્યારે પણ તે હતાશ હોવાનું લાગે ત્યારે તેની પત્ની પોતાના પૉઝિટીવ વિચારોથી તેને બહાર લાવવા માટે સક્ષમ હોય છે. પત્નીને કઈ બાબત સ્પર્શે છે તે જાણવા માટે પતિ પોતાના તરફથી હંમેશા માયાળુ અને ભાવનાત્મક અભિગમ અપનાવે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ