સુસંગતતા


શ્વાન – વાનર સુસંગતતા

શ્વાન પતિ + વાનર પત્ની

આ જોડીમાં જો પતિ-પત્ની બંને વિશાળ હ્રદય રાખીને એકબીજાની નબળાઈઓ માફ કરવાની તૈયારી દર્શાવે તો તેમની જોડી ખૂબ જ સુખમય અને સુસંગત સાબિત થઈ શકે છે. શ્વાન રાશિમાં જન્મેલા પતિના બૌદ્ધિક અભિગમ અને વિશ્લેષણાત્મક વર્તનને તેની પત્ની ખૂબ જ પસંદ કરે છે. પત્ની અન્ય કોઈપણ બાબત કરતા તેના પતિની બુદ્ધિક્ષમતાની ઘણી કદર કરે છે. બીજી તરફ પતિને પણ તેની પત્ની સિદ્ધિઓ હાંસલ કરવા માટે ઘણી સક્ષમ લાગે છે અને તેના આનંદદાયી અને આકર્ષક વ્યક્તિત્વને તે પસંદ કરે છે. આ જોડીમાં પત્નીની સરખામણીએ પતિ ઓછો ભૌતિકવાદી હોય છે. પત્ની ને મન જીવનમાં પૈસા મહત્વના છે જ્યારે પતિ જીવનના મૂલ્યોને પ્રાધાન્ય આપે છે. આટલું હોવા છતાં તેઓ બંને જીવનપથ પર એકબીજાના હાથમાં હાથ નાંખીને સફળતાપૂર્વક આગળ વધી શકે છે.

વાનર પતિ + શ્વાન પત્ની

આ જોડીમાં બંનેને એકબીજા પ્રત્યે મૈત્રિભાવ હોવાથી તેમની વચ્ચેના લગ્નસંબંધો સુસંગત બની શકે છે. વાનર રાશિનો પતિ રચનાત્મક અને વધુ મિત્રો ધરાવનાર હોય છે જ્યારે શ્વાન રાશિની પત્ની તેના પતિને જરૂરિયાતના કોઈપણ સમયમાં મદદ કરવા માટે સક્ષમ હોય છે. આ જોડીમાં પતિ તેની પત્ની કરતા વધુ બુદ્ધિશાળી બનવાનો પ્રયત્ન કરે છે અને જો પત્ની તેના પતિ સાથે આ બાબતે સ્પર્ધામાં ન ઉતરે તો તેમનું જીવન ઘણું સુખમય પસાર થાય છે. પત્ની તેના પતિની બહુમુખી પ્રતિભાથી તેના તરફ આકર્ષાય છે અને તે એક સાચી મિત્ર તેમ જ સલાહકારના રૂપમાં તેના પતિની નિકટ આવે છે. જો કે તે પોતાના પતિની ખામીઓને થોડી ધીરજ સાથે જુએ છે અને આ બાબત પતિ માટે ગુંગળામણ કે મુંઝવણરૂપ બની જાય છે. તેમ છતા એકંદરે તેઓ બંને સારું લગ્નજીવન માણી શકે છે અને જરૂરિયાત અનુસાર થોડું સમાધાનકારી વલણ અપનાવી એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ