સુસંગતતા


શ્વાન – અશ્વ સુસંગતતા

શ્વાન પતિ + અશ્વ પત્ની

આ જોડીમાં જો પતિ અને પત્ની બંને એકબીજાની જરૂરિયાતો અને સમસ્યાઓ સમજે અને તે પ્રત્યે કાળજી ધરાવે તો તેમનું દાંપત્યજીવન ખુશહાલ સાબિત થઈ શકે છે. વિવિધ બાબતોમાં ખૂબ સારી નિપુણતા ધરાવતી અશ્વ રાશિની પત્ની પરત્વે તેનો સમજુ પતિ ઘણો આદરભાવ રાખે છે, અને તેની સાથે સહકારથી રહે છે. પત્નીની સમય સૂચકતા અને યોગ્ય અભિગમની તેનો પતિ પ્રસંશા કરશે જ્યારે પત્નીને તેનો પતિ પસંદ કરવા પાત્ર, વ્યવહારુ અને વિશ્વાસપાત્ર લાગે છે. બંને એકબીજા પાસેથી જરૂરી સહકાર મેળવશે અને તેમ છતાં પણ બંને વ્યક્તિગત રીતે સ્વતંત્રતા માણી શકશે.

અશ્વ પતિ + શ્વાન પત્ની

આ જોડી ઘણી સહનશીલ અને એકબીજા માટે યોગ્ય કહી શકાય તેવી છે. બંને ઉત્સાહી અને દ્રઢ મન વાળા હોવાથી તેઓ જીવનમાં ખૂશીઓ શોધી શકે છે. પત્ની વફાદાર, નિષ્ઠાવાન અને સરળ વિચારસરણી વાળી હોય છે અને તેના પતિની આંતરદ્રષ્ટી પર ધ્યાન આપે છે. પત્ની તેના પતિની તીક્ષ્ણ આંતરસુઝ અને ઉત્સાહી સ્વભાવથી પ્રેરિત થાય છે જ્યારે પતિ તેની પત્નીની રમૂજવૃત્તિ અને જીવન પ્રત્યેના તાર્કિક અભિગમને પસંદ કરે છે. પતિ તેની પત્નીની ખામીઓ સ્વીકારવા બાબતે પુરતો વ્યવહારુ અને સમજદાર હોય છે અને તેની પત્નીના હઠીલા સ્વભાવ કે મોં પર સ્પષ્ટ કહી દેવાના સ્વભાવથી ગુસ્સે નથી થતો.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ