સુસંગતતા


શ્વાન – ડ્રેગન સુસંગતતા

શ્વાન પતિ + ડ્રેગન પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને એક બીજા માટે અનુકૂળ પાત્રો કદાચ સાબિત ન થઈ શકે કારણ કે બંને એકબીજાથી છૂટકારો ઈચ્છતા હોય છે. બંને ખૂબ સારા નેતૃત્વના ગુણો ધરાવે છે પરંતુ જુદી જુદી રીતે. પતિ હંમેશા સહકારભર્યા વાતાવરણમાં વધારે સારી કામગીરી બજાવી શકે છે તેથી તેને પત્નીનો સાહસિક અને પ્રભુત્વ જમાવવાનો અભિગમ પસંદ હોતો નથી. પત્ની જ્યારે પત્ની પતિ પર દબાણ લાવે ત્યારે તેને તેનો પતિ અતડો અને મૂડી લાગે છે. તેથી જ્યારે તેની લાગણી દુભાય ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. આ જોડીમાં પતિ-પત્ની બંને એકબીજાના સ્વભાવને ચોક્કસપણે સમજી શકતા નથી અને તેમની વચ્ચે પ્રેમ અને નફરતના સંબંધો હોવાની શક્યતા છે.

ડ્રેગન પતિ + શ્વાન પત્ની

આ જોડીમાં ઘણા વિવાદો થયા બાદ છેવટે તેઓ છુટા પડે છે કારણ કે બંને તદ્દન વિરુદ્ધ દિશામાં પોતાના મિજાજ પ્રમાણે રહેનારા છે. બંને ઝઘડાળુ સ્વભાવના છે. આ જોડીમાં પતિને પોતાનું સ્થાન ગમે છે અને પત્ની જ્યારે સહકાર તેમ જ વફાદારી ઈચ્છે ત્યારે પોતે એક સ્વતંત્ર વ્યક્તિ હોય તેવું વર્તન કરે છે. ખૂબ નાની-નાની બાબતોમાં તેઓ એકબીજાનું અનુસરણ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે કઈ રીતે આમ કરવું. બંનેની સામે જ્યારે કોઈ પડકાર ફેંકવામાં આવે ત્યારે ખૂબ જ ગર્વ અનુભવે છે અને તે સ્થિતિમાં તેઓ થોડા જિદ્દી પણ બની જાય છે. જો કે તેમ છતાં આ લગ્નજીવનને સફળ કરવા માટે બંનેએ સંખ્યાબંધ બાબતોએ સમાધાનકારી વલણ અપનાવી એકબીજાને અનુરૂપ થવું પડશે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ