સુસંગતતા


શ્વાન – ડુક્કર સુસંગતતા

શ્વાન પતિ + ડુક્કર પત્ની

આ જોડીમાં એવા ગુણો છે જે એકબીજા સાથે મેળ ખાતા નથી પરંતુ તેમ છતાં તેઓ એકબીજા સાથે ચલાવી શકાય તેવા વ્યવહારૂ સંબંધો સ્થાપવામાં સફળતા મેળવે છે. આ જોડીમાં પતિ વિશ્વાસપાત્ર અને પત્ની પર તેના પર આધાર રાખી શકે તેટલો સક્ષમ હોય છે જ્યારે પત્ની ઘણી પ્રેમાળ હોય છે અને ક્યારેય ફરિયાદો ન કરવાનો સ્વભાવ ધરાવે છે. ઉપરાંત તે પતિની કાળજી લેતી હોવાથી તેઓ એકબીજા સાથે દાંપત્યજીવન સારી રીતે માણી શકે છે. તેઓ પરસ્પર આપવાની વૃત્તિ ધરાવે છે અને પોતાની પાસે જે કંઈપણ છે તે જીવનસાથી જોડે વહેંચવામાં સાચો આનંદ માણે છે. આ જોડીમાં પતિ કે પત્ની ક્યારેય એકબીજાની ખામીઓ અંગે ફરિયાદ કરવામાં રાજી ન હોવાથી તેમનું દાંપત્યજીવન ઘણું શાંતિપૂર્ણ અને સુખમય નીવડે છે.

ડુક્કર પતિ + શ્વાન પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને જીવન પ્રત્યે અલગ અલગ વિચારો ધરાવતા હોવા છતા તેઓ પ્રેમભાવ ભરી જીંદગી માણી શકે છે અને તેમના સંબંધો ઘણા સ્વીકાર્ય સાબિત થાય છે. બંને જણાં સશક્ત, નિખાલસ અને પ્રમાણિક હોય છે અને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાનો પ્રયત્ન કરે છે. શ્વાન રાશિમાં જન્મેલી પત્ની કદાચ શત્રુભાવ ધરાવતી હોય છે અને જો તેનો પતિ તેની ફરજો પ્રત્યે બેધ્યાન રહેશે તો પતિની ટીકા કરવામાં પણ તે ખચકાતી નથી. આ સંબંધમાં પતિની સરખામણીએ પત્ની ઓછી ભાવુક હોય છે અને તેના પતિની મોટી આંકાક્ષાઓ અને ઈચ્છાઓ ઝડપથી સમજી શકતી નથી. તેમ છતા તેઓ કેટલીક સમાન બાબતોમાં એકબીજાને સહકાર આપવા માટે આગળ આવે છે. શ્વાન રાશિમાં જન્મેલી પત્ની વધુ સુક્ષ્મદ્રષ્ટિ ધરાવતી હોય છે અને તે પતિ પરત્વે વફાદાર રહે છે.. આ જ રીતે પતિ પણ તેની પત્નીના કેટલાક દોષો કે ખામીઓને ક્ષમા આપી ભુલી જઈ તેને એક સારી જીવનસાથીના રૂપમાં તેને જુએ છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ