સુસંગતતા


ડુક્કર – કૂકડો સુસંગતતા

ડુક્કર પતિ + કુકડો પત્ની

પતિ અને પત્ની જો એક બીજાને સમર્પિત રહી ત્યાગ ભાવના રાખે તો આ જોડીનું દાંપત્યજીવન સારૂં ચાલી શકે છે. તેમની વચ્ચે એકબીજાની અભિરૂચિની બાબતમાં ઘર્ષણ થશે પરંતુ બંને એકબીજાની પુરતી કદર કરતા હોવાથી તેમની વચ્ચેના કોઈપણ સમસ્યાનો ઉકેલ પણ લાવી શકે છે. આ જોડીમાં બુદ્ધિશાળી પત્ની માટે તેનો પતિ કદાચ વધુ ભાવુક અને હૂંફ આપનાર બની શકે છે. પત્ની કજિયાખોર હોય છે અને પતિને ખૂબ પ્રેમ પણ કરતી હોય છે. બીજી તરફ જોઈએ તો બંનેમાંથી કોઈપણ વધુ પડતા સંવેદનશીલ ન હોવાથી કમસેકમ એકબીજા માટે થયેલી ટીકાટીપ્પણીથી તેમના જીવનમાં કોઈ અસર નહીં પડે. પ્રમાણિક અને સમાધાનકારી ડુક્કર રાશિમાં જન્મેલો પતિ પ્રબળપણે ઈચ્છે કે કુકડો રાશિમાં જન્મેલી પત્ની સખત મહેનતુ અને સમીક્ષાત્મક માનસ ધરાવતી હોય. બીજા પક્ષે પત્ની પણ તેના પતિમાં વિશ્વસનીયતા અને સમજદારી હોય તેમ ઈચ્છે છે.

કૂકડો પતિ + ડુક્કર પત્ની

ડુક્કર રાશિમાં જન્મેલી પત્ની ઘણી વફાદાર, સ્વસ્થ અને ભરોસાપાત્ર હોય છે અને તે કોઈપણ વ્યક્તિને દુઃખ પહોંચે તેવું બોલવાના બદલે તેમની વાતમાં ઊંડાણ પૂર્વક ઉતર્યા વગર પરિસ્થિતિને સહજતાપૂર્વક સ્વીકારે છે, બીજી તરફ જોઈએ તો કૂકડા રાશિમાં જન્મેલો પતિ ચોક્કસ પ્રકારની આક્ષેપબાજી કરે છે. તે બીજા કોઈની લાગણી ભલે દુભાય તો પણ હંમેશા કોઈપણ સમસ્યાના મૂળમાં જઈ તપાસ કરવાની વૃત્તિ ધરાવે છે, પત્ની ઘણી મુક્ત વિચારો ધરાવનારી હોય છે પરંતુ કોઈ જુદો અભિપ્રાય હોય તો તે સ્વીકારવા હંમેશા તૈયાર હોય છે. પતિ કોઈપણ બાબતમાં બહુ બારીકાઈથી જોવાની આદત ધરાવતો હોય છે. પતિ સહાનુભૂતિપૂર્વક વર્તે તો પત્ની તે સ્વીકારવા માટે તૈયાર હોય છે. પરંતુ તે ખૂબ ઝડપથી છેતરાઈ જાય છે. જો પત્ની પણ પતિની જેમ થોડી ચાલાક બની જાય તો તેમનું જીવન સુખશાંતિથી ચાલી શકે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ