સુસંગતતા


ડુક્કર – સસલું સુસંગતતા

ડુક્કર પતિ + સસલું પત્ની

ડુક્કર રાશિના પતિના સાહસિક અને નિષ્ઠાવાન સ્વભાવના કારણે ઓછાબોલી અને સંસ્કારી પત્ની ઘણી ખુશ રહી શકે છે. પત્ની ઘણી હોંશિયાર, અનુકુલન સાધનારી અને સંસ્કારી હોય છે અને તેના પતિને જાણ ન થાય તે રીતે પોતાની ચતુરાઈ અને હોંશીયારીની જાણ પતિને કરે છે. પતિને તેની પત્ની ઘણી લાગણીશીલ અને કાળજી લેનારી લાગે છે અને તે પોતાની પત્નીના જીવનને પ્રેમ અને તમામ સુખસગવડો તેમ જ ખુશીઓથી છલકાવી દે છે. પતિ જરા પણ સ્વાર્થી સ્વભાવનો હોતો નથી આથી પત્ની જે કંઈપણ આપી શકે તેમ હોય તેનાથી વધુ તે માંગણી કરતો નથી અને પત્ની પણ તેના પતિની તેના પ્રત્યેની દરકાર અને તેની ઉદારતા ખુશી અનુભવે છે. આ જોડી ઘણી સુસંગત કહી શકાય જેમાં પતિ-પત્ની બંને એકબીજા સાથે ખુશીથી જીવન પસાર કરી શકશે,

સસલું પતિ + ડુક્કર પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને એકબીજાને મનોહર અને માયાળુ વ્યક્તિ તરીકે જુએ છે. પતિ ઘણો હોંશિયાર અને કુશળ હોય છે અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ બહુ સારી અને સ્વસ્થ રીતે ચર્ચા કરી શકે છે જ્યારે પત્ની પોતાના પતિને યેનકેનપ્રકારેણ ખુશ રાખવા માટે તૈયાર રહે છે કારણ કે તેને પોતાના પતિની વિશિષ્ટ શૈલી ગમે છે. આ રાશિની પત્ની વિશ્વસનીય, ઉદાર અને આજ્ઞાંકિત હોય છે. પતિ તેની પત્નીના નિઃસ્વાર્થભાવ અને સમર્પણભાવથી મુગ્ધ થઈ જાય છે. તેઓ બંને ક્યારેય એકબીજાના વાંક કે ખામીઓ શોધતા નથી અને એકબીજાના સાથમાં તેઓ ખૂબ આનંદ માણે છે. આ જોડી ઘણી સુખશાંતિથી રહી શકે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.