સુસંગતતા


ડુક્કર – બળદ સુસંગતતા

ડુક્કર પતિ + બળદ પત્ની

આ જોડીને મધ્યમ પ્રકારની ગણી શકાય જેમાં પતિ પત્ની વચ્ચે મજબૂત સંબંધો સ્થપાઈ શકતા નથી. જીવન પ્રત્યે તેમના અલગ અલગ દ્રષ્ટિકોણ અને મનોવૃત્તિના કારણે તેમના સંબંધોમાં વારંવાર ઘર્ષણ થવાની શક્યતા રહે છે. સામાન્યપણે ડુક્કર રાશિનો પતિ લાગણીશીલ , પરગજુ અને સહાનુભૂતિવાળો હોય છે પરંતુ બળદ રાશિમાં જન્મેલી પત્ની પોતાને અનુકૂળ હોય ત્યારે આ બધા ગુણો ધ્યાનમાં લે છે અને પોતાની જરૂરિયાત હોય ત્યારે તેને આ ગુણો અસાધારણ હોવાનું તેને લાગે છે. બીજી તરફ જોઈએ તો ડુક્કર રાશિનો પતિ તેની પત્ની દ્વારા સતત સલામતી અને માનસિક હતાશાની પળોમાં પણ પ્રોત્સાહિત કરવાની માંગણીના કારણે ગુસ્સે થાય છે. પતિ ઘણો વાચાળ, આનંદી અને નિખાલસ હોય છે પરંતુ તે માત્ર એટલા માટે કામ કરે છે જેથી તેને નવરાશનો સમય મળી શકે. પત્ની ઘણી મહેનતુ, સુવ્યવસ્થિત અને જિદ્દી સ્વભાવની હોય છે અને તેને પોતાની મહેનતમાં જ સંતોષ મળે છે.

બળદ પતિ + ડુક્કર પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંનેમાં ઘણા સારા ગુણ હોય છે અને તેઓ બંને એકબીજા માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. આ રાશિનો પુરુષ નિરુત્સાહી, વ્યવસ્થિત અને સફળતા પાછળ દોડનારો હોય છે જ્યારે પત્ની શાંત અને સ્વસ્થ હોય છે તેમ જ પતિ પ્રત્યે સમર્પણ ભાવનાના કારણે પોતાની રૂચિઓ અને હિતોનો ભોગ આપવા તૈયાર હોય છે. આ રાશિનો પુરુષ ઉદ્યમી હોય છે અને સ્ત્રી પૂરા દિલથી તેના પતિમાં વિશ્વાસ મુકે છે. જો કે આ રાશિની મહિલા વધુ ભપકાદાર, સંવેદનશીલ અને ભાવનાત્મક હોય છે, પરંતુ તે વધુ મિલનસાર હોવાથી પરિસ્થિતિની જરૂરિયાત અનુસાર તે કોઈપણ સ્થિતિને અનુકૂળ બની જાય છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ