સુસંગતતા


ડુક્કર – વાનર સુસંગતતા

ડુક્કર પતિ + વાનર પત્ની

આ રાશિના પતિ-પત્ની વચ્ચે સુંદર અને વિનમ્રતાભર્યો સંબંધ રહે છે પરંતુ બંનેને એકબીજા પ્રત્યે બહુ આકર્ષણ હોતું નથી. ડુક્કર રાશિમાં જન્મેલો પતિ સ્વભાવે ઘણો સ્પષ્ટ અને સરળ હોય છે અને તેની પત્નીના કોઈપણ વાત પર ઢાંકપિછોડો કરવાના સ્વભાવના કારણે નારાજ થઈ જાય છે.પત્ની ઘણી શોખીન મિજાજની હોવાથી પતિ તેને ચોક્કસપણે કંટાળાજનક લાગે છે. પત્ની ઘણી હોંશિયાર અને આકર્ષક હોય છે અને તેના જટિલ અને દંભી સ્વભાવને પચાવવો ડુક્કર રાશિના પતિ માટે ઘણી અઘરી વાત છે. બંને એકબીજાની નબળાઈઓથી નાખુશ રહે છે. તેઓ એકબીજાની નબળાઈઓ જોવાના બદલે જો એકબીજાની પ્રગતિકારક ખાસિયતો જોવાનું શરૂ કરે તો આ જોડી સારી રીતે સાથે રહી શકે છે.

વાનર પતિ + ડુક્કર પત્ની

આ જોડીમાં પતિ-પત્ની વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ મજબૂત હોઈ શકે છે પરંતુ રોજિંદા ઝઘડાઓ અને સમસ્યાઓના કારણે તેમનું લગ્નજીવન ટકવું મુશ્કેલ છે. પત્ની તેના પ્રિય લોકોને વફાદાર હોય છે અને ઉદ્યમી હોય છે પરંતુ તે કોઈપણ બાબતને વિરોધ વગર સ્વીકારી લે છે. પત્નીના નિખાલસ સ્વભાવનો ગેરફાયદો ઉઠાવે છે. પત્ની તેના પતિની ભૌતિક મહત્વાકાંક્ષાઓ અને ક્ષમતાઓ સ્વીકારે છે પરંતુ તે માટે જે તકવાદી રસ્તા અપનાવે છે તે વધુ પડતો સહન કરી શકતી નથી. વધુ પડતી ભલમનસાઈ ન કરવાની પતિની વાત માનવા તે તૈયાર હોતી નથી. બંનેએ એકબીજાની નબળાઈઓ સાથે સમાધાન કરવા માટે તેમણે બહુ મહેનત કરવી પડશે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ