સુસંગતતા


ડુક્કર – ડુક્કર સુસંગતતા

ડુક્કર પતિ + ડુક્કર પત્ની

આ જોડીમાં જો પતિ-પત્ની બંને એકબીજાની સારી અને નરસી બાબતોને સમાન રીતે જોઈ શકે તો તેમના સંબંધો લાંબા સમય સુધી ટકી શકે છે. બંને એક જ રાશિમાં જન્મેલા હોવાથી ઘણા સશક્ત, સાહસિક અને વિનયશીલ હશે પરંતુ બંને સંભવતઃ જીવનમાં ધ્યેયહીન છે અને મક્કમતાનો તેમનામાં અભાવ હોય છે ઉપરાંત બંને એકબીજાના નબળા ગુણોને મજબૂત કરી શકવાની ક્ષમતા ધરાવતા નથી. તેમનામાં વફાદારી અને ઉદારતા હોવા છતાં પણ મજબૂત આત્મબળ અને આયોજનના અભાવના કારણે આ જોડી અણધારી આપત્તિ તરફ ધકેલાતી જાય છે. બંનેમાંથી કોઈ એકને કલેજું ઠંડુ રાખીને વાસ્તવિકતા સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવું પડશે અન્યથા તેમનો પારસ્પરિક પ્રેમ અને વફાદારી તેમના સંબંધોનું લાંબા ગાળા માટે રક્ષણ નહીં કરી શકે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ