For Personal Problems! Talk To Astrologer

વાઘ

વાઘ

ચીની જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાઘની રાશિમાં જન્મેલા જાતકો વિદ્રોહી સ્વભાવવાળા અને હિંમતવાન સંરક્ષક હોય છે. બિલાડીના કુળ સાથે સંબંધ ધરાવતા વાઘ રાશિના જાતકોને પાલતુ પ્રાણીઓથી ઘેરાયેલા રહેવાનું પસંદ કરે છે, ખાસ કરીને એવા વિચરતા પ્રાણીઓ કે જેમને વધુ પ્રેમ અને સંભાળની જરૂર છે. અન્ય લોકોની નજરમાં રહેવાનું અને લોકો તરફથી લાગણી મેળવવાનું તેમને ગમે છે, અને તેઓ વિનોદી ટીપ્પણીઓ કરીને સફળતાપૂર્વક ચાહના મેળવી પણ શકે છે. ભપકો કરવાનો સ્વભાવ ધરાવતા વાઘ જાતકો સપના જુએ છે અને પોતાની સફળતા માટે ભાગ્ય તેમ જ ચમત્કાર પર ઘણો વિશ્વાસ કરે છે. વાઘ જાતકો ઘણો સંઘર્ષ કરતા હોવા છતાં તેમાંથી બહાર નીકળવાની કળા પણ તેઓ જાણે છે અને એક વિજેતા તરીકે બહાર આવે છે! જો કે, સંખ્યાબંધ મહત્વની ઘટનાઓમાં તેમની અનિર્ણાયકતા અવરોધરૂપ પુરવાર થાય છે. પ્રેમી તરીકે વાઘ જાતકો ઘણા રોમેન્ટિક અને ઉત્તેજનાવાળા હોય છે. તેઓ પ્રેમની અભિવ્યક્તિ કરવાની કળા જાણે છે, અને કેટલીક વખત તો માલિકીભાવ ધરાવતા હોય છે. વાઘ રાશિની મહિલા જાતકો સુંદર વ્યક્તિત્વ ધરાવે છે, અને આ વાત તેઓ સારી રીતે જાણે છે! માતા તરીકે તેઓ નથી ઈચ્છતી કે તેમના સંતાનો નિયમોને બહુ વળગેલા રહે. ઉલટું ચોકલેટ આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ અપાવીને વધારે લાડકોડથી તેમને બગાડે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ