For Personal Problems! Talk To Astrologer

ઘેંટું

ઘેંટુ

ચીની રાશિચક્રમાં આઠમા ક્રમે ઘેંટાની રાશિ આવે છે અને ચીની જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અંક -૮ આરામ અને સમૃદ્ધિનો સંકેત આપે છે, માટે ઘેંટાની રાશિમાં જન્મેલા જાતકોને તે મળે જ છે. શરમાળ, ફેશનેબલ,વ્યવસ્થિત, સંસ્કારી અને શાંતિપ્રિય આ વિશેષણો ઘેંટાની રાશિના જાતકોને ખૂબ બંધબેસતા છે. તેઓ સ્વભાવે ઘણા દયાળુ હોવાથી ભૂલી જાવ અને માફ કરોની નીતિમાં માને છે. તેઓ ભાગ્યે જ ગુસ્સે થતા હોવા છતાં તેમને ચુસ્ત ટાઈમટેબલને ફરજિયાત અનુસરવાનું આવે ત્યારે અકળાઈ જાય છે. તેમ જ તેમની ટીકા થાય ત્યારે ગુનાઈત લાગણી અનુભવે છે અને મોટાભાગે સ્વાર્થી હોવાનું જ છાપ ધરાવે છે. આંકડાઓ અને તારીખો યાદ રાખવામાં ઘેંટા રાશિના જાતકો ઘણા પાવરધા હોય છે અને મોટાભાગે કોઈની જન્મતારીખ કે લગ્નતિથિ યાદ રાખવાની હોય ત્યારે હરતાફરતા કેલ્ક્યુલેટર તરીકે કામ કરે છે. જો કે, પોતાના જ નાણાંનું સંચાલન કરવાનું તેમને ફાવતું નથી. ઘેંટાની રાશિમાં જન્મેલી મહિલા જાતકોની વાત કરીએ તો, તેમને સુંદર અને મોહક વસ્તુઓ ખૂબ જ ગમે છે. પોતાની આસપાસમાં સ્વચ્છ અને નવી વસ્તુઓ તેમને વધુ પસંદ હોય છે અને તેમના સંતાનો હંમેશા સ્વચ્છ કપડામાં તૈયાર થયેલા જ જોવા મળે છે. ઘેંટા રાશિમાં જન્મેલી મહિલાને પ્રભાવિત કરવી હોય તો વધુ મહેનત કરવાની જરૂર નથી; માત્ર મધુર સંગીત વચ્ચે તેમની સાથે રોમેન્ટિક કેન્ડલ-લાઈટ ડીનર લેવાથી અને સુંદર ફુલ આપીને તે ફિદા થઈ જશે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ