For Personal Problems! Talk To Astrologer

કૂકડો

કૂકડો

કૂકડાની રાશિના વર્ષમાં જન્મેલા જાતકોનો પરિચય આપવા માટે બિન્દાસ અને સાહસિક શબ્દો ઘણા યોગ્ય છે. પોતાના નિકટવર્તીઓ અને આપ્તજનોની હંમેશા સુરક્ષા કરતા આ જાતકો તેમની સાથે થયેલા કોઈપણ અન્યાય સામે લડી લેવા માટે તૈયાર રહે છે. ખૂબ જ વાતોડિયા, કુશાગ્ર અને અવલોકનકર્તા કૂકડા રાશિના જાતકો ઝડપથી દલીલબાજીમાં ઉતરી પડે છે. ખરેખર તો, તેઓ પોતાનો મુદ્દો સાચો હોય તેની તકેદારી રાખે છે અને દલીલબાજીમાં જીતે પણ છે. અતિ ચોક્કસાઈવાળા અને સાવધ રહેતા આ જાતકો નાણાંકીય બાબતોનું સંચાલન કરવામાં કુનેહ ધરાવતા હોય છે. તેમને આયોજન અને બજેટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવે તો તેમાં ખૂબ જ ચીવટ રાખે છે. આકર્ષક દેખાતા કૂકડા રાશિના જાતકોનું વર્તન વિવેકી અને સંસ્કારી હોય છે. તેઓ ખુશામત કરીને અથવા ખૂબ જ સારા પર્ફોર્મન્સથી લોકોનું ધ્યાન ખેંચે છે. લોકો સમક્ષ પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળે તેવા ક્ષેત્રને કારકીર્દિ માટે તેઓ પ્રાધાન્યતા આપે છે, આમ તેઓ લોકોનું ધ્યાન ખેંચી શકે છે.. જો કે, કૂકડા રાશિની મહિલા જાતકો આ જ રાશિના પુરુષ જાતકો કરતા વધુ શાંત અને ધીરજવાળી જોવા મળે છે. તેઓ નિરભિમાની હોય છે, પરિસ્થિતિને ઝડપથી અપનાવી લે છે, અને તેમની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ