For Personal Problems! Talk To Astrologer

મૂષક

મૂષક

સુંદર અને કંઈક નવું કરવાની વૃત્તિવાળા મૂષક જાતકોને અખતરા કરવાનું ગમે છે અને તેઓ તમામ શક્યતાઓ સાથે કામ કરવાની વિચારસરણી ધરાવે છે. સામાન્યપણે, તેઓ શરમાળ અને ઓછાબોલા હોય છે. પરંતુ આ તેમની વાસ્તવિક છબી નથી. તેમની સાથે આપ થોડા કલાકો વિતાવશો તો જાણીને આશ્ચર્ય થશે કે તેઓ કેટલા આનંદી અને મૈત્રીપૂર્ણ સ્વભાવના છે. ખરેખર તો થોડા સમયમાં જ આપને સમજાઈ જશે કે તેઓ પાર્ટીના માણસ છે અને હંમેશા જનસમૂહમાં રહેવાનું તેમ જ લોકોને હળવા મળવાનું ખૂબ જ પસંદ કરે છે. વધુમાં, તેઓ કરકસરિયા હોવા છતા તેમની પ્રિય વ્યક્તિ માટે ખર્ચા કરવામાં પાછું વળીને નથી જોતા. આથી મૂષક રાશિના જાતકો પાસેથી આપને કોઈ મોંઘી ભેટ મળે તો માની લેજો કે તેમને આપ પસંદ છો! કુશાગ્ર બુદ્ધિ ધરાવતા આ જાતકો નાણાં અને બિઝનેસમાં ખૂબ જ ધ્યાન આપે છે અને મહત્વાકાંક્ષી હોય છે. તેમને વૈભવી અને શાહી ચીજો ઘણી પસંદ હોવાથી ભૌતિકવાદી પણ કહી શકાય. જો કે, તેમનામાં ખાસ કરીને મૂષક રાશિની મહિલા જાતકો સખાવતી હોય છે. તે સખાવત અને દાનના કાર્યોમાં જોડાયેલી જોવા મળે છે. તેઓ સામાજિક મેળાવડા અને પારિવારિક મિલનોને પણ પ્રોત્સાહન આપે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ