For Personal Problems! Talk To Astrologer

સસલું

સસલું

ચીની જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમામ બાર રાશિમાં સસલાની રાશિને સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે.. સસલાની રાશિમાં જન્મેલા પુરુષોને તેમના ઉદાર અને વિનમ્ર સ્વભાવના કારણે જેન્ટલમેન પણ કહી શકાય. સ્વસ્થ અને શાંત દિમાગના સસલા જાતકો લોકો પ્રત્યે માયાળુ અને સૌમ્ય હોય છે. ખાસ કરીને જેમને તેઓ પ્રેમ કરતા હોય તેવા લોકો સાથે આ વર્તન ખાસ જોવા મળે છે. તેઓ વિવાદો અને દલીલબાજીને ધિક્કારે છે. કદાચ આ કારણે જ તેમની કોઈપણ પ્રવૃત્તિ બિનહાનિકર્તા હોય છે અને ભાગ્યે જ તેઓ મિજાજ ગુમાવે છે કે આકરા શબ્દોનો ઉપયોગ કરે છે. ખૂબ જ પ્રબળ આત્મબળ ધરાવતા અને વ્યવસ્થિત સસલાં જાતકો આગોતરું આયોજન કરવાની ખૂબ સારી સૂઝ ધરાવે છે અને કદાચ આ કારણે જ તેઓ સામાન્યપણે વ્યવસ્થિત જિંદગી જીવતા જોવા મળે છે. વધુમાં, યોગ્ય સમયે યોગ્ય કામ કરવાની તેમની આવડતના કારણે તેમને વિશેષ લાભ મળે છે. જો કે, બિનવાસ્તવિક વિચારસરણી અને ચોક્કસ પરિસ્થિતિમાં વધુ પડતી સંવદેનશીલતા જેવી તેમની વિશેષ લાક્ષણિકતાઓના કારણે ઘણી વખત તેમનો વિકાસ રૂંધાઈ જાય છે.ચાલાક અને પ્રેમાળ હૃદયની સસલાં રાશિની મહિલા જાતકો મિત્ર તરીકે ખૂબ જ સારી વ્યક્તિ પુરવાર થાય છે. શોપિંગમાં તેને સાથે લેવાની મજા પડે તેવી હોય છે, કારણ કે તેઓ શોપિંગમાં અદ્યતન ફેશન અંગે આપને વિવિધ ટીપ્સ આપે છે. ઉદાર અને માયાળુ સ્વભાવની આ મહિલાઓ આપને ગંભીર ગુનામાં પણ માફી આપતા લાંબો વિચાર નથી કરતી. જો કે તેમને સંત માની લેવાની ભૂલ ન કરી બેસતા! આ મહિલાઓ ભૌતિકવાદી હોય છે અને ઘરના સુમેળભર્યા માહોલમાં આરામદાયક જિંદગી વિતાવવાનું પસંદ કરે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ