For Personal Problems! Talk To Astrologer

બળદ

બળદ

ચીની જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બળદની રાશિમાં જન્મેલા જાતકોને કાચબાની જેમ ‘ધીમા પરંતુ મક્કમ ડગલે સ્પર્ધા જીતનારા’ કહી શકાય. સફળતા મેળવવા માટે જોઈતી અજોડ મક્કમતા અને આત્મબળ તેમનામાં હોવાના કારણે, આ જાતકો સફળ ઉદ્યોગપતિ બની શકે છે. બળદ રાશિના જાતકો બોલવામાં હંમેશા શબ્દો પર ધ્યાન આપે છે અને નાણાંની બાબતમાં સચેત હોય છે. કદાચ આ કારણે જ તેઓ પોતાના નાણાં ઉડાવતા અથવા ભપકાદાર જીવનશૈલીથી જીવતા જોવા મળતા નથી. વ્યક્તિગત ધોરણે, બળદ રાશિના જાતકો ખૂબ જ વ્યવહારુ હોય છે અને તેમના પ્રિયજનોને જ હંમેશા પ્રાથમિકતા આપે છે.પ્રણય સંબંધોની વાત આવે તો તેઓ કોઈપણ પ્રેમી ઈચ્છે તેવા લાગણીશીલ, અત્યંત વફાદાર, સંરક્ષક અને પોતાના પ્રિયપાત્ર પર માલિકીભાવ હોય છે. સંબંધોમાં પ્રેમની અભિવ્યક્તિ હોય કે પછી માફી માંગવાની હોય, બળદ જાતકો મોટાભાગે પહેલ કરતા જોવા મળે છે. સામાન્યપણે બળદ જાતકો તેમણે જમાવેલા સામ્રાજ્ય અને ગૌરવ લઈ શકાય તેવી સિદ્ધિઓના કારણે સમાજમાં સારો મોભો ધરાવતા હોય છે. આ માટેનો શ્રેય તેમની સખત મહેનત અને ઉત્કૃષ્ટ કામગીરીને જાય છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ