અશ્વ

અશ્વ

ખૂબ જ શક્તિશાળી અને જીવનમાં અજોડ જુસ્સો ધરાવતા અશ્વ રાશિના જાતકો હંમેશા દોડવા માટે તૈયાર રહે છે! તેઓ ગતિશીલ વ્યક્તિત્વ ધરાવતા હોવાથી હંમેશા શોધ અને સંશોધન કરે છે. આનંદી અને ખુશમિજાજના અશ્વ રાશિના જાતકો તેમના મિત્રોમાં ખૂબ જ લોકપ્રિય હોય છે. અશ્વ રાશિના જાતકો સરળતાથી કોઈના પ્રેમમાં પડે છે અને છૂટા પણ પડી જાય છે. કોઈપણ પ્રસંગમાં જરૂર કરતા વધુ ભપકાદાર વસ્ત્રોમાં કોઈ જોવા મળે તો સંભવતઃ તે અશ્વ રાશિના જાતક જ હોઈ શકે છે. અશ્વ રાશિના જાતકો કુશાગ્ર બુદ્ધિના હોય છે અને કોઈપણ પરિસ્થિતિની ત્વરિત પ્રતિક્રિયા આપવાની વૃત્તિ ધરાવે છે. ઉપરાંત, તેમની ગણના વિશ્વસનીય અને વ્યવહારુ લોકો તરીકે થાય છે. કારકીર્દિ મામલે, તેઓ વહેલી શરૂઆત કરનારા હોય છે, કારણ કે તેમની પાસે સંખ્યાબંધ નવીન વિચારો હોય છે અને તેમનામાં નાણાંકીય બાબતો ખૂબ સારી રીતે સંભાળી શકવાની પણ આવડત હોય છે. તેમના આટલા બધા સારા ગુણો ઉપરાંત તેમનામાં એક નકારાત્મક ગુણ પણ છે. તેઓ ઘણા જિદ્દી હોય છે અને પોતાનું ધાર્યું કરવાનો આગ્રહ રાખે છે. તેથી તેમણે આ આદત સુધારવાની જરૂર છે. તેઓ અવિરત કામ કરવાની વૃત્તિના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે અને હાઈ બ્લડપ્રેશર તેમ જ અનિદ્રા જેવી સમસ્યાઓના ઝડપથી શિકાર થઈ શકે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ