For Personal Problems! Talk To Astrologer

શ્વાન

શ્વાન

અદભૂત આકર્ષણ અને નિખાલસ તથા સ્પષ્ટ વિચારસરણીના કારણે શ્વાનને ચીની જ્યોતિષશાસ્ત્રની તમામ રાશિઓમાં સૌથી પ્રિય રાશિ ગણવામાં આવે છે. આ રાશિનું પ્રતિનિધિત્વ કરતા પ્રાણી શ્વાનની જેમ જ આ રાશિના વર્ષમાં જન્મેલા જાતકો ખૂબ જ વફાદાર, પ્રમાણિક અને બુદ્ધિશાળી હોય છે. સામાજિક બાબતે તેઓ ક્યારેય કલાકો સુધી પાર્ટી માણતા તેમ જ મિત્રો અને ગ્રૂપ સાથે ફરતા જોવા મળતા નથી. તેઓ એકાંતપ્રિય હોય છે અને પોતાની જ દુનિયામાં વિચરવાનું પસંદ કરે છે. તેમના અંગત પરિઘમાં કોઈ આવવાનો પ્રયાસ કરે તો તેઓ ક્યારેય સાંખી લેતા નથી. શ્વાન જાતકો તેમની અંતઃસ્ફુરણાને અનુસરે છે અને સારા-નરસાનો ભેદ પારખવા માટે તેમાંથી જ માર્ગદર્શન મેળવે છે. આમ તેઓ ખરા-ખોટા વચ્ચેનો ચોક્કસ તફાવત સમજી શકે છે. શ્વાન જાતકો સરળતાથી અને સફળતાપૂર્વક તણાવભરી પરિસ્થિતિનો સામનો કરી શકે છે અને અન્ય લોકોને પણ તણાવપૂર્ણ માહોલમાંથી બહાર આવવા માટે મદદ કરી શકે છે. તેમનામાં રહેલા આ ગુણોના કારણે તેઓ મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિક, સલાહકાર અને શિક્ષક તરીકેનું કામ ખૂબ સારી રીતે કરી શકે છે. શ્વાન રાશિમાં જન્મેલી મહિલા જાતકોનો ચહેરો ભાવપૂર્ણ હોવાથી તેમના મનની વાત ચહેરા પર સ્પષ્ટ કળી શકાય છે. તેઓ ખૂબ સરળ અને સાદગીપૂર્ણ હોય છે. સહનશીલ અને શાતા આપતા સ્વભાવના કારણે પ્રિયજનો અને આપ્તજનો સરળતાથી તેમના તરફ આકર્ષાય છે. તેમને લોકોની કાળજી લેવાનું અને લોકો તેમની કાળજી લે તે ગમે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ