For Personal Problems! Talk To Astrologer

કારકિર્દી

કંપનીનો પરિચય

૨૦૦૩માં ચોક્કસ દૂરંદેશી સાથે સ્થાપવામાં આવેલી અમારી મુખ્ય બ્રાન્ડ GaneshaSpeaks.com અનેક પ્રકારે હાલ અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. તે સમયે ઈ-કોમર્સનો વ્યવસાય લગભગ પ્રારંભિક અવસ્થામાં હતો અને તેના દ્રષ્ટાંતો પણ ગણ્યા-ગાંઠ્યા જ હતા. છતાં પણ,કંપનીની દૂરંદેશી અને મહત્વાકાંક્ષા, પ્રથમ દિવસથી જ અસ્ત-વ્યસ્ત અને દિશાહિન એસ્ટ્રોલૉજી માર્કેટને સીધા પાટે ચડાવવાનું હતું…


કાર્યશૈલી

માત્ર ૯ વર્ષના સમયગાળામાં જ અમારી કંપનીએ મહત્વાકાંક્ષા અને સફળતા તેમ જ નવીનતાની ધગશ સાથે પોતાની પ્રગતિની સફરમાં આગેકૂચ જારી રાખી છે. પ્રારંભથી જ મનમાં હિંમત અને પ્રયોગાત્મક વલણના કારણે સંસ્થાએ સતત પ્રગતિના શિખરો તો સર કર્યા જ છે, ઉપરાંત આ ક્ષેત્રે દરેક દિશામાં પોતાની ક્ષિતિજો વિસ્તારી છે. હાલમાં કંપની પોતાના આઈટી, માર્કેટિંગ, કન્ટેન્ટ અને પુસ્તક પ્રકાશન વિભાગો ધરાવે છે. નિષ્ઠાવાન, કાબેલ અને વિદ્વાન જ્યોતિષીઓની મજબૂત ટીમ સાથે આ સંગઠન પોતાના કર્મચારીઓને કંઈક નવું શીખવા માટે ખૂબ જ અનુકૂળ માહોલ અને પ્રગતિની અસંખ્ય તકો પૂરી પાડે છે.

દુનિયામાં દરેક વ્યક્તિને કુદરતે કોઈક ખાસ ગુણ આપ્યા જ હોય છે જેને બહાર લાવવા માટે સાનુકૂળ માહોલની જરૂર પડે છે. આવી જ દ્રઢ માન્યતાના આધારે ગણેશાસ્પિક્સમાં દરેક કર્મચારીની વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક કુશળતાને ખૂબ જ આદરપૂર્વક જોવામાં આવે છે. આ સંસ્થા પોતાના કર્મચારીઓના બહુલક્ષી વિકાસ અને જ્ઞાનવૃદ્ધિ માટે પણ યોગ્ય તકો પૂરી પાડે છે, કારણ કે અહીં કર્મચારીઓને સતત પ્રોત્સાહન આપવામાં આવે છે અને વિચાર વિમર્શ દ્વારા તેમની પાસેથી સૂચનો, વ્યવહારુ ફેરફારો અને વારાફરતી વિવિધ જવાબદારીઓ સોંપીને તે દ્વારા તેમની આવડતનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં આવે છે.

“મનોરંજન વગર સતત કામ કરવાથી માણસની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે”, આ વાતને કંપની દ્રઢ પણે માને છે. માટે, ગણેશાસ્પિક્સ ખાસે નિયુક્ત કરાયેલી સાંસ્કૃતિક સમિતિ કર્મચારીઓ એકપણ ક્ષણ માટે કંટાળો ન અનુભવે તેની તકેદારી રાખે છે. સમગ્ર સંસ્થા એક વિશાળ પરિવારની જેમ કામ કરે છે, અને સાથે મળીને વિવિધ તહેવારો પણ ઉજવે છે. વાર્ષિક પિકનિક, વિવિધ આયોજનો, તહેવારની ઉજવણીઓ, ટીમ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ અને સાનુકૂળ તેમ જ મૈત્રીપૂર્ણ માહોલ અમારા કર્મચારીઓને વ્યક્તિગત વિકાસ અને કાર્યસ્થળે સંતોષની અદભૂત લાગણીનો અહેસાસ કરાવે છે.


હાલમાં ભરતીની જગ્યાઓ

1. અંગ્રેજી એડિટોરિયલ(કન્ટેન્ટ રાઈટર)
2. હિન્દી એડિટોરિયલ
3. મેનેજર પીઆર અને સિન્ડિકેશન
4. એક્ઝિક્યુટિવ/ સિનિયર એક્ઝિક્યુટિવ
5. એક્ઝિક્યુટિવ/ સિનિયર એક્ઝિક્યુટિવ – ટેલિકોમ માર્કેટિંગ
6. કન્ટેન્ટ હેડ


ભરતીનો હોદ્દોઃ અંગ્રેજી એડિટોરિયલ(કન્ટેન્ટ રાઈટર)
જગ્યાની સંખ્યાઃ5
કામનું વિવરણ
1. અમારા વિવિધ વેબ પોર્ટલ્સ માટે વેબસાઈટ કન્ટેન્ટનું સંચાલન કરવાની જવાબદારી.
2. કન્ટેન્ટ અને વિશેષ લેખને અપડેટ કરવા માટે નિયમિત રિસર્ચ અને વાંચન.
3. GaneshaSpeaks.com સહિત અમારા વેબપોર્ટલ્સ માટે નવા લેખ, બ્લોગ, રિપોર્ટ્સ, વિશેષ લેખ તૈયાર કરવા.
4. કન્ટેન્ટનું પ્રૂફ રિડિંગ અને એડિટિંગ
5. મૂળ કન્ટેન્ટ તૈયાર કરવું/ ફરી લખવું, વિવિધ ડિલિવરી પ્લેટફોર્મ્સ માટે કન્ટેન્ટ અલગ અલગ પ્રકારે તૈયાર કરવું.
6. કન્ટેન્ટની જાળવણી અને નવું કન્ટેન્ટ તૈયાર કરવા તેમજ ગુણવત્તા જાળવી રાખવા માટે અમારા વિવિધ વિભાગો સાથે સતત સંપર્કમાં રહેવું.
7. પ્રેસ રિલિઝ, કન્ટેન્ટ એકત્ર કરવું, સેવાઓનું વિવરણ વગેરે સહિતની કામગીરીની જરૂરિયાત પ્રમાણે બહારની એજન્સીઓ સાથે સંપર્કમાં લઈને કામ લેવું.
8. પ્રોજેક્ટની જરૂરિયાત પ્રમાણે કન્ટેન્ટમાં રિસર્ચ, રૂપાંતરણ અને જાળવણી કરવી તેમજ ડેટા રેકોર્ડ્સ રાખવા.
9. ગુણવત્તા જળવાઈ રહે તે રીતે સમયસર કન્ટેન્ટને વેબસાઈટ પર મુકવું અથવા જવાબદાર ટીમ સાથે ગુણવત્તાના માપદંડો જળવાય તે રીતે તાલમેલ બેસાડીને કન્ટેન્ટ તૈયાર કરવું.
10. વેબસાઈટ પર મુકવામાં આવેલા કન્ટેન્ટની લિન્કની ગુણવત્તા અને ઉપલબ્ધતાની ખાતરી કરવી.
11. અમારા વેબપોર્ટ્લ્સની સોશિયલ મીડિયામાં ઉપસ્થિતિને અપડેટ કરવી, જાળવવી અને તેનું યોગ્ય સંચાલન કરવું.

કી વર્ડ્સ
કન્ટેન્ટ રાઈટર્સ, કન્ટેન્ટ ડેવલપર્સ, વેબસાઈટ કન્ટેન્ટ ડેવલપર્સ, વેબસાઈટ ડેવલપર્સ, સબ એડિટર, પબ્લિશિંગ, એડિટોરિયલ ન્યૂઝ, ટ્રાન્સલેશન

ઉમેદવારની પ્રોફાઈલ
સ્નાતક/અનુસ્નાતક(અંગ્રેજી ભાષા/સાહિત્ય અથવા કમ્યુનિકેશન્સ/પત્રકારત્વને પ્રાધાન્ય) આવશ્યક, લેખન, એડિટિંગ અને લેખિત તેમજ મૌખિક કમ્યુનિકેશનમાં ખૂબ સારી અભિવ્યક્તિની આવડત – અંગ્રેજીમાં તેમજ હિન્દી(પ્રાધાન્ય)માં હોવી જરૂરી છે.

કમ્પ્યૂટરના જાણકાર
વેબસાઈટ્સ માટે કન્ટેન્ટ રાઈટિંગ અને ડેવલપમેન્ટનો અનુભવ હોવો જરૂરી. ઈચ્છિત ઉમેદવાર સકારાત્મક, આત્મવિશ્વાસુ, દરેક સ્થિતિને અનુકૂળ બનનારા અને સારી વાકછટા ધરાવનારા હોવા જોઈએ.

ઈચ્છિત લાયકાત
પ્રિન્ટ અને જાહેરખબર ક્ષેત્રમાં કામ કર્યું હશે તો પ્રાધાન્યતા આપવામાં આવશે. એમબીએ/જર્નાલિઝમનો અભ્યાસ કર્યો હોય તેવા ઉમેદવારને પહેલી પસંદગી આપવામાં આવશે. જરૂરિયાત પ્રમાણે ટીમનું નેતૃત્વ અને સંચાલન કરવાની ક્ષમતા હોવી જરૂરી.
સારું જ્ઞાન અને બહોળું વાંચન હોવું જરૂરી.

નવા જમાનાની વેબસાઈટ્સની જરૂરિયાતોને અનુલક્ષીને કન્ટેન્ટ એકઠું કરવાની તેમજ કંઈક નવું શીખવાનું ઈચ્છા હોવી જોઈએ. ઈઆરપી આધારિત કામકાજના માહોલમાં કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સમાં કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ. એનાલિટિકલ ટુલ્સ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન તેમજ મીડિયા સંબંધિત કાર્યો માટેમાં જોડાવાની પણ ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે.

ઓછામાં ઓછો અનુભવઃ 2+ વર્ષ
વધુમાં વધુ અનુભવઃ 10+ વર્ષ
વેતનઃ ઔદ્યોગિક માનકો અનુસાર
સ્થળઃ અમદાવાદભરતીનો હોદ્દોઃ હિન્દી એડિટોરિયલ
જગ્યાની સંખ્યા
કામનું વિવરણ
1. GaneshaSpeaks.com પર કન્ટેન્ટની ગુણવત્તા વધારી શકે તે માટે નવા લેખ, બ્લોગ, રિપોર્ટ્સ, વિશેષલેખ વગેરે હિન્દી ભાષામાં લખવા.
2.વેબસાઈટ, આઈવીઆર, એસએમએસ, મોબાઈલ સાઈટ, વોઈસ પોર્ટલ વગેરે અલગ અલગ ડિલિવરી પ્લેટફોર્મ માટે કન્ટેન્ટનું પ્રૂફરિડિંગ, મૂળ કન્ટેન્ટને ફરી લખવું, અલગ ફોર્મેટમાં તૈયાર કરવું વગેરે.
3.વેબપોર્ટલ અને કન્ટેન્ટ પાર્ટનર્સ માટે કન્ટેન્ટ મટિરિયલ તૈયાર કરવા અને તેને જાળવી રાખવા માટે અન્ય વિભાગો અને સહકર્મીઓ સાથે સંપર્કમાં રહેવું.
કી વર્ડ્સઃ કન્ટેન્ટ રાઈટર્સ, કન્ટેન્ટ ડેવલપર્સ, વેબસાઈટ કન્ટેન્ટ ડેવલપર્સ, વેબસાઈટ ડેવલપર્સ, સબ એડિટર, પબ્લિશિંગ, એડિટોરિયલ ન્યૂઝ, ટ્રાન્સલેશન

ઉમેદવારની પ્રોફાઈલ
ખૂબ જ સારી આત્મસૂઝ વાળા હિન્દી લેખનના જાણકાર હોવા જરૂરી છે જેઓ શબ્દોની અભિવ્યક્તિમાં માહેર હોવા ઉપરાંત ડિઝિટલ પ્લેફોર્મની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખાસ કન્ટેન્ટ તૈયાર કરી શકવા જોઈએ અને તેને અપગ્રેડ કરી શકવા જોઈએ.
સંખ્યાબંધ પ્રકારની લેખનશૈલીમાં અથવા અલગ અલગ ક્ષેત્રોની જરૂરિયાત અનુસારની લેખનશૈલીમાં જરૂરી કન્ટેન્ટ તૈયાર કરવા માટે ભાષા સારા જાણકાર હોવા ઉપરાંત શબ્દોને સારી રીતે કાગળ પર ઢાળવાની પણ આવડત અને ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે.
યુનિકોડ અને અન્ય ફોર્મેટમાં હિન્દીમાં લખવાની આવડત જરૂરી.
અંગ્રેજી ભાષાની બેઝિકથી વધુ જાણકારી હોવી જોઈએ અને અંગ્રેજીમાંથી હિન્દીમાં અનુવાદ આવડતું હોવું જોઈએ.
કન્ટેન્ટ રાઈટિંગ અને ડિઝિટલ મીડિયામાં અલગ અલગ પ્રકારના કામનો અનુભવ હોવો જોઈએ.
ઈચ્છિત લાયકાત – હિન્દીમાં લખવાની અને બોલવાની ખૂબ જ સારી આવડત સાથે હિન્દીમાં સ્નાતક/અનુસ્નાતક
લેખન અને બોલવામાં કમ્યુનિકેશન/અભિવ્યક્તિની ખૂબ સારી આવડત
ગુજરાતી અથવા ત્રીજી કોઈ ભારતીય ભાષા/ આંતરરાષ્ટ્રીય ભાષાનું જ્ઞાન.
વેબસાઈટ/ડિઝિટલ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ ડેવલપમેન્ટ અને રાઈટિંગનો અનુભવ
પ્રિન્ટ મીડિયા અને જાહેરખબર ક્ષેત્રે અનુભવ હશે તેને પ્રાધાન્યતા અપાશે.
આત્મવિશ્વાસુ અને કામ પ્રત્યે સમર્પિત

ઓછામાં ઓછો અનુભવઃ 1-2 વર્ષ
વધુમાં વધુ અનુભવઃ 5 વર્ષ
વેતનઃ ઔદ્યોગિક માનકો અનુસાર
સ્થળઃ અમદાવાદભરતીનો હોદ્દોઃ પીઆર અને સિન્ડિકેશન મેનેજર
પીઆરનું કામ અને જવાબદારીઃ કંપની દ્વારા ઉભી કરવામાં આવેલી તમામ જ્યોતિષીય બ્રાન્ડની પ્રતિષ્ઠા જાળવવાની મુખ્ય જવાબદારી રહેશે. પીઆર વ્યૂહરચના તૈયાર કરવી અને તેનો અમલ કરવો. આ સંદેશાઓના પ્રસાર પર સતત ધ્યાન આપવું. ફીડબેકની આ પ્રણાલીમાં જરૂરિયાત પ્રમાણે રિસર્ચ કરવું. વિવિધ વિભાગોના લક્ષ્યો અને હેતુઓ સિદ્ધ કરવા માટે આ જવાબદારીઓમાં વૃદ્ધિ અને વિસ્તરણની સંભાવના પણ છે.

પીઆરની રોજિંદી જવાબદારીઓ
1.પીઆર વ્યૂહરચનાનું આયોજન, વિકાસ અને અમલ.
2.સહકર્મીઓ અને મહત્વના પ્રવક્તાઓ વચ્ચે સંપર્ક સેતુ બનાવવો.
3.મીડિયા, વ્યક્તિગત અને અન્ય સંગઠનો દ્વારા મળતા પ્રશ્નો જેમાં ખાસ કરીને ટેલિફોન અને ઈમેલ દ્વારા આવતા પ્રશ્નોને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે સંપર્ક વ્યવહાર સ્થાપિત કરવો.
4.લક્ષિત મીડિયા માટે પ્રેસ રિલિઝ તૈયાર કરવા રિસર્ચ કરવું, લેખન કરાવવું અને તેનું વિતરણ કરવું.
5.મીડિયા કવરેજ એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું.
6.ઈનહાઉસ મેગેઝિન્સ, કેસ સ્ટડીઝ, વક્તવ્યો, લેખો અને વાર્ષિક રીપોર્ટ્સની જ્યારે અને જે પ્રકારે જરૂર હોય તે પ્રમાણે લેખન અને એડિટિંગ કરાવવું.
7.જાહેરખબરના બ્રોશર્સ, હેન્ડહાઉટ્સ, સીધા મેલ લિફલેટ્સ, પ્રમોશનલ વીડિયો, ફોટોગ્રાફ્સ, ફિલ્મ્સ અને મલ્ટીમીડિયા પ્રોગ્રામ્સ તૈયાર કરવાની કામગીરીની દેખરેખ રાખવી.
8.ફોટો પ્રસિદ્ધ થાય તે માટેની તકો ઉભી કરવી અને જરૂરી સમન્વય સાધવો.
9.પ્રેસ કોન્ફરન્સ, પ્રદર્શનો, ઓપન ડે અને પ્રેસ ટુર સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવું.
10.વિવિધ કંપનીઓ કે સંગઠનોનની વેબસાઈટ્સ પરથી માહિતી મેળવવી અને તેને અપડેટ કરવી.
11.ટ્વીટર અને ફેસબુક જેવી સોશિયલ મીડિયા વેબસાઈટ્સ પર માહિતી અપડેટ કરવી,જાળવવી અને યુઝરને સતત સંપર્કમાં રાખવા.
12.જાહેર મંચ પર બ્રાન્ડની રજૂઆત તેમજ સ્પોન્સરશીપની તકો ઉભી કરવી અને તેનું યોગ્ય નિયમન કરવું.
13.માર્કેટ રિસર્ચ કરવું.
14.ઓપન ડે અને સામુદાયિક પહેલમાં ભાગ લઈને સામુદાયિક સંબંધોમાં સુધારો કરવો.
15.સંભવિત કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીઆરનું નિયમન કરવું.

સિન્ડિકેશનનું કામ અને જવાબદારી
ભારત અને દુનિયાભરમાં તમામ મીડિયા પ્લેટફોર્મ્સ એટલે કે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ઓનલાઈન મીડિયા પર સિન્ડિકેશન સહયોગીમાં વધારો કરવો. કન્ટેન્ટ લાઈસન્સિંગ અને સિન્ડિકેશન દ્વારા આવક ઉભી કરવી. આ વિભાગના લક્ષ્યો અને હેતુઓ સિદ્ધ કરવા માટે આ કામ અને જવાબદારીમાં વધારો અને વિસ્તરણ થશે.

સિન્ડિકેશનની રોજિંદી જવાબદારીઓ
1.સમગ્ર ભારતમાં શક્ય હોય એટલા ઓછા સમયમાં પ્રિન્ટ મીડિયા સંસ્થાઓમાં જોડાણોને વધુ આગળ વધવાના પ્રયાસો કરવા.
2.સિન્ડિકેશન પૂછપરછ માટે કોઈપણ સંસ્થા દ્વારા સંપર્ક કરાયાના 24 કલાકમાં તેની કાર્યવાહીને આગળ વધારવી.
3.કંપની માટે આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા માટે કન્ટેન્ટ સિન્ડિકેશન બનાવવા.
4. કન્ટેન્ટ સિન્ડિકેશનના સેલ્સ ઓર્ડર પ્રક્રિયાનું સંચાલન કરવું, ઈનવોઈસ બન્યા છે કે નહીં તેની ખાતરી કરવી અને સમયસર ચુકવણી થઈ છે કે નહીં તેની ચકાસણી કરવી.
5.સિન્ડિકેશન રેવન્યૂ માટે રાશિફળ અને અન્ય ફળકથનો પુરા પાડવા.
6.માસિક/ લાંબાગાળા માટે સિન્ડિકેશન કરારોની વાટાઘાટો કરવી અને તેનો મુસદ્દો તૈયાર કરવો.
7.જરૂરિયાત પ્રમાણે અને મંજૂરી અનુસાર મિટિંગ્સ અને ઈવેન્ટ્સમાં ભાગ લેવો.
8.પ્રવાસઃ જરૂરિયાત પ્રમાણે અને મંજૂરી અનુસાર અલગ અલગ કંપનીઓની મુલાકાત લેવી.
9.જરૂરિયાત અનુસાર અમારા ક્લાયન્ટ્સ સાથે સંપર્કસેતુ બાંધવા માટે તેમના ઈમેલ અને અન્ય વિગતોના ડેટાબેસનું નિયમન કરવું.
10.વર્તમાન સિન્ડિકેશન કરારો રીન્યૂ કરવા, સુધારી શરતો અંગે જરૂર જણાય ત્યાં વાટાઘાટો કરવી.
11.રોજિંદા ધોરણે ક્રેડિટ કંટ્રોલ પ્રવૃત્તિઓમાં યોગદાન આપવું. ક્રેડિટ કંટ્રોલ રિપોર્ટ્સની દેખરેખ રાખવી અને માસિક કામગીરીનું આયોજન આપવું. ક્લાયન્ટ પેમેન્ટ આયોજનની સહમતી સાધી તેનું યોગ્ય નિયમન કરવું. 12.વ્યાપક વિગમન કાર્યક્રમોનું આયોજન કરવું અને આવનાર સહભાગીઓની એડિટોરિયલ, પબ્લિશિંગ તેમજ જાહેરખબર ટીમ સાથે મુલાકાત યોજવી. તેમાં સહભાગીઓને એવોર્ડ કાર્યક્રમો અને અન્ય ઈવેન્ટ્સમાં બોલાવવા સહિતના કાર્યક્રમો પણ આવી જાય છે.
13.સહભાગીઓને કન્ટેન્ટનું ભાવી આયોજન પહોંચાડવું. કન્ટેન્ટ પહોંચાડવાનું કામ બરાબર થાય છે કે નહીં તેની ચકાસણી કરવી.


ભરતીનો હોદ્દોઃ- એક્ઝિક્યુટિવ/ સિનિયર એક્ઝિક્યુટિવ- ડેટા(વેબ) માર્કેટિંગ(એમબીએ સાથે એન્જિનિયરિંગ- અન્ય કંપનીમાં આ જ પ્રોફાઈલમાં કામ કર્યું હોવું આવશ્યક છે)(2-5 વર્ષ અનુભવ)
જગ્યાની સંખ્યાઃ 1

કામનું વિવરણ
– રૂપાંતરણના દર પર સતત નજર રાખવી અને વેબસાઈટમાં સુધારા કરવા.
– ડિઝિટલ માર્કેટિંગ કંપનીઓનું વિસ્તરણ અને સંચાલન કરવું.
– પેઈડ સર્ચ, એસઈઓ અને પીપીસી, સોશિયલ મીડિયા માર્કેટિંગ વગેરે સહિતની ટેકનિક્સની સારી સમજણ હોવી જોઈએ.
– બ્રાન્ડ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઓનલાઈન બ્રાન્ડ અને પ્રોડક્ટ ઝુંબેશનું સંચાલન કરવું.
– કંપનની વેબસાઈટની રીડિઝાઈન(ફરી ડિઝાઈન)નું યોગ્ય સંચાલન કરવું.
– કંપનીની વેબસાઈટની ઉપયોગિતા, ડિઝાઈન, કન્ટેન્ટ અને રૂપાંતરણમાં સુધારો લાવવો.
– કસ્ટમર રિસર્ચ, માર્કેટની સ્થિતિ અને હરીફોના ડેટાનું મુલ્યાંકન કરવું.
– વેબસાઈટ પર ટ્રાફિક જનરેશન અને મનિટાઈઝેશનનો અનુભવ હોવો આવશ્યક છે.

ઉમેદવારની પ્રોફાઈલ
– એમબીએ સાથે એન્જિનિયર, અન્ય કંપનીમાં આ જ પ્રોફાઈલમાં કામ કર્યું હોવું આવશ્યક છે.
– ડિઝિટલ માર્કેટિંગમાં 2-5 વર્ષનો અનુભવ જરૂરી.
– વર્તમાન ઓનલાઈન માર્કેટિંગ કન્સેપ્ટ, વ્યૂહરચના અને શ્રેષ્ઠ કામગીરીની ખૂબ જ ઊંડી સમજ હોવી જરૂરી છે.
– ઈકોમર્સ, એસઈઓ, ઈમેલ માર્કેટિંગ, અને સોશિયલ મીડિયામાં અનુભવ ધરાવનારને પ્રાધાન્યતા અપાશે.
– સમકક્ષ ડિઝિટલ માર્કેટિંગમાં અગાઉ પણ કામનો અનુભવ જરૂરી છે.
– ગૂગલ એનાલિટિક્સ સહિતના વિવિધ વેબસાઈટ રિપોર્ટિંગ એનાલિટિક્સનો અનુભવ હોવો આવશ્યક છે.
– એસઈઓ કીવર્ડ રિસર્ચ અને એનાલિસિસની સારી જાણકારી હોવી જરૂરી છે.
– રિપોર્ટ્સનું એનાલિસિસ કરીને યોગ્ય સુચનો કરવાની ક્ષમતા હોવી જરૂરી છે.
– સાઈટ આર્કિટેક્ચર અને સાઈટ મેપિંગનું જ્ઞાન હોવું જરૂરી છે.
– બોલવામાં અને લખવામાં ખૂબ જ સારી કમ્યુનિકેશન કળા હોવી જરૂરી છે.
– ખૂબ સારી એનાલિસિસ અને પ્રેઝન્ટેશનની આવડત જરૂરી છે.

ઓછામાં ઓછો અનુભવઃ 2 વર્ષ
વધુમાં વધુ અનુભવઃ 5 વર્ષ
વેતનઃ ઔદ્યોગિક માનકો અનુસાર શ્રેષ્ઠત્તમ આપવામાં આવશે.
સ્થળઃ અમદાવાદભરતીનો હોદ્દોઃ એક્ઝિક્યુટિવ/સિનિયર એક્ઝિક્યુટિવ – ટેલિકોમ માર્કેટિંગ(બેંકિંગ/ઈન્સ્યુરન્સ કોર્પોરેશનમાં સીધા સેલ્સ પર્સન તરીકે કામ કર્યું હોય અને ટેલિકોમમાં આવવા માંગતા હોય તેને પ્રાધાન્યતા/ ટેલિકોમ માર્કેટિંગ)(2 થી 5 વર્ષ)

જગ્યાની સંખ્યાઃ 2

કામનું વિવરણ
– કંપની માટે તમામ માર્કેટિંગનું સંચાલન કરવું અને સોંપવામાં આવેલા ખાતામાં માર્કેટિંગ વિભાગની પ્રવૃત્તિઓ સંભાળવી.
– સોંપવામાં આવેલા ખાતાઓના લક્ષ્યાંકો હાંસલ કરવા માટેની યોજના અને વ્યૂહરચનાઓનું યોગ્ય આયોજન કરવું અને તેને યોગ્ય રીતે રજૂઆત કરવાની જવાબદારી નિભાવવી.
– પ્રમોશનલ(પ્રચાર) ઝુંબેશનું આયોજન કરી તેનો અમલ કરવો.
– મોખરાનું સ્થાન અપાવી શકે તેવી ઝુંબેશોનું સંચાલન કરવું અને તેમાં સુધારો કરવો તેમજ તેના પરિણામો જાણવા.
– માર્કેટિંગ કમ્યુનિકેશન્સ પર દેખરેખ રાખવી અને અને તેની અસરકારકતાના રિપોર્ટ્સ તૈયાર કરવા.
– એકાઉન્ટ મેનેજમેન્ટમાં બહોળો અનુભવ. સોંપવામાં આવેલા ટેલિકોમ એકાઉન્ટ્સના યોગ્ય નિયમન, તે એકાઉન્ટ્સમાં જ નવા વ્યવસાય માટે હસ્તાંતરણો, પેમેન્ટ ફાળવણી વગેરે જવાબદારી નિભાવવાની રહેશે.
– નવી પ્રોડક્ટ/ સર્વિસ ડેવલપમેન્ટ અને વર્તમાન પ્રોડક્ટ/ ઉપલબ્ધ સર્વિસમાં વૃદ્ધિ
– રિપોર્ટ્સનું વિશ્લેષણ કરવાનું તેમજ યોગ્ય સુચનો કરવાનું સામર્થ્ય હોવું જરૂરી છે.

ઉમેદવારની પ્રોફાઈલ
– એમબીએ સાથે સ્નાતક(માર્કેટિંગ)
– બેંકિંગ/ઈન્સ્યુરન્સ/ટેલિકોમ/વેસ(VAS)માં ખૂબ જ મજબૂત માર્કેટિંગ, કોર્પોરેટ સેલ્સ અને એકાઉન્ટ મેનેજમેન્ટનો અનુભવ જરૂરી
– એકાઉન્ટ મેનેજમેન્ટનો બહોળો અનુભવ જરૂરી
– ટેલિકોમ ઝુંબેશો કેવી રીતે ચલાવવી અને વેચાણ કેવી રીતે વધારવું તેનું સારું જ્ઞાન હોવું જરૂરી.
– લેખિત અને મૌખિક કમ્યુનિકેશનની ખૂબ સારી આવડત હોવી જરૂરી.
– એકસાથે સંખ્યાબંધ કાર્યો/પ્રોજેક્ટ સમાંતર ધોરણે કરવાની તેમજ યોગ્ય પ્રાધાન્યતા પ્રમાણે તેનું સંચાલન કરવાની ક્ષમતા હોવી જોઈએ.
– ઝડપથી કંઈપણ નવું શીખી શકવા જરૂરી.
– વિશ્લેષણ અને પ્રેઝન્ટેશનની પ્રબળ આવડત જરૂરી
– ટેલિકોમ વેસ(VAS), એપ્સ માર્કેટ પ્લેસ, ઈકોમર્સ, કોલ સેન્ટર, કન્ટેન્ટ આધારિત સેવાઓ વગેરેની જાણકારી વિશેષ આવડત તરીકે ધ્યાનમાં લેવાશે.

ઓછામાં ઓછો અનુભવઃ 2 વર્ષ
વધુમાં વધુ અનુભવઃ 5 વર્ષ
વેતનઃ ઔદ્યોગિક માનકો અનુસાર શ્રેષ્ઠત્તમ આપવામાં આવશે
સ્થળઃ અમદાવાદભરતીનો હોદ્દોઃ કન્ટેન્ટ હેડ
પ્રોફાઈલના ઉદ્દેશ્યો
• કન્ટેન્ટ બનાવવા, વિતરણ કરવા, જાળવવા અને જે-તે સમયની કન્ટેન્ટ વ્યૂહરચનાઓના અમલ સહિતની કામગીરીઓ માટે યોગ્ય ધોરણો નક્કી કરવા, સરળ કામગીરી માટે એક પ્રણાલી તૈયાર કરવી અને શ્રેષ્ઠ કામગીરી આગળ વધારવી(માણસો અને ટેકનિકલ બંને સ્તરે).
• યોગ્ય સીએમએસ(કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ)ના અમલીકરણ માટે કન્ટેન્ટ તૈયાર કરવાની રજૂઆત કરવી, નવી રચના કરવી, એડિટિંગ કરવું, અને વધારાના કન્ટેન્ટને દૂર કરવા માટે યોગ્ય વર્ક ફ્લો (કામનો પ્રવાહ) નિર્ધારિત કરવો.

મુખ્ય જવાબદારીઓઃ- ક
ન્ટેન્ટ સર્વશ્રેષ્ઠ ગુણવત્તાનું હોય તેની ખાતરી કરવી -વેબસાઈટની જરૂરિયાત અનુસાર કેવું કન્ટેન્ટ લખવું તેની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ અને તે અનુસાર જ કન્ટેન્ટ લખવું.

કામનું વિવરણઃ-
1. વ્યવસાય અને લક્ષિત ઉપભોક્તાને સમજવા અને તે અનુસાર કંપનીની દૂરંદેશી તેમજ મિશનને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ તૈયાર કરવું. 2. નવું કન્ટેન્ટ તૈયાર કરવું, તેની પરિકલ્પના કરવી અને નવા વિચારો ઉભા કરવા. 3. જ્યોતિષશાસ્ત્રને લગતા વિવિધ પાસાને ધ્યાનમાં રાખીને રસપ્રદ અને મૌલિક લેખો તૈયાર કરવા. 4. વેબસાઈટના ટેકનિકલ ફ્રન્ટ-એન્ડને સમજીને કન્ટેન્ટ અપલોડ કરવું અને જરૂરિયાત અનુસાર માહિતીનું આદાનપ્રદાન કરવું.
ગુણવત્તા નિયમનઃ અંગ્રેજી અને હિન્દી કન્ટેન્ટ માટે
• વેબસાઈટ, ફીડ્સ વગેરેમાં પ્રકાશિત થતા કન્ટેન્ટનો ટ્રેક જાળવી રાખવો.
• પ્રકાશિત થયેલા કન્ટેન્ટનું ડિઝિટલ મીડિયા પરફોર્ન્સ સમયાંતરે ચકાસવું અને પરિણામનું સ્તર નક્કી કરવું
• વેબસાઈટ પર કન્ટેન્ટ અને ટીઝરની ગુણવત્તા એકધારા પ્રવાહમાં જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું. જરૂર જણાય ત્યારે નવું કન્ટેન્ટ તૈયાર કરવું
• અંગ્રેજી અને હિન્દી કોપીનું એડિટિંગ કરવું.
• હિન્દી અને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કન્ટેન્ટ અનુવાદ કરવું.
• વાર્ષિક બુક/ અન્ય બુક સંબંધિત જવાબદારી જેમકે આયોજન, લેખન, એડિટિંગ, બહારના ફ્રીલાન્સર સાથે કામ કરવું અને અન્ય વિભાગ પાસેથી પ્રોમો-કન્ટેન્ટ તૈયાર કરીને તેનું યોગ્ય સંચાલન કરવું.
• વેબસાઈટ સહયોગી અને પીઆર ફર્મ સહિત બહારની એજન્સીઓ સાથે પ્રેસ રિલિઝ અને કન્ટેન્ટ ઈન્ટિગ્રેશન માટે સંપર્કવ્યવહાર કરવો.
• કંપનીની અંદરના અલગ અલગ વિભાગો સાથે સંપર્કવ્યવહાર કરીને નવા કન્ટેન્ટની રચના કરવી, પરિકલ્પના કરવી અને અંતિમ ઓપ આપવો.
• જરૂરિયાત અનુસાર ટીમના સભ્યોની ભરતી અથવા અપ્રેઈઝલની પ્રક્રિયામાં જોડાવું.
• કન્ટેન્ટ તૈયાર કરવાની/સુધારવાની કોઈપણ/ તમામ પ્રક્રિયામાં ભાગ લેવો જે સીધી વેબસાઈટ સાથે સંબંધિત હોય કે ન હોઈ શકે છે.
• જરૂરિયાત પ્રમાણે ઈમેલ/મેઈલર્સ અને પ્રમોશનલ કન્ટેન્ટ તૈયાર કરવું.
• તમામ નવા લેખો અને પેજ માટે એસઈઓ કન્ટેન્ટ તૈયાર કરવું અથવા અપડેટ કરવું.
• ડિઝિટલ મીડિયા અને આ વિષયને સંબંધિત ચાલી રહેલી તમામ વર્તમાન ગતિવિધીઓથી અવગત રહેવું.
• કન્ટેન્ટ અને વિશેષ લેખ લખવા અને અપડેટ કરવા માટે નિયમિત રિસર્ચ અને વાંચન કરવા.
• અમારી વેબસાઈટ માટે નવા લેખ, બ્લોગ, રિપોર્ટ અને વિશેષ લેખ લખવા.
• અમારા વેબપોર્ટલ અને કન્ટેન્ટ પાર્ટનરને આપવામાં આવતા કન્ટેન્ટની ગુણવત્તા જળવાઈ રહે અને તેમાં નવા નવા સુધારા થતા રહે તે માટે વિવિધ વિભાગો અને સ્ટાફના સભ્યો સાથે સતત સંપર્કમાં રહેવું.
• વેબસાઈટ, આઈવીઆર, એસએમએસ, મોબાઈલ સાઈટ, વોઈસ પોર્ટલ વગેરે અલગ અલગ ડિલિવરી પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ પ્રૂફ રિડિંગ, રિ-રાઈટિંગ, રિ-ફોર્મેટ કરવું.
• ગુણવત્તા જળવાઈ રહે તે રીતે સમયસર કન્ટેન્ટને વેબસાઈટ પર મુકવું અથવા જવાબદાર ટીમ સાથે ગુણવત્તાના માપદંડો જળવાય તે રીતે તાલમેલ બેસાડીને કન્ટેન્ટ તૈયાર કરવું.
• અમારા વેબપોર્ટ્લ્સની સોશિયલ મીડિયામાં ઉપસ્થિતિને અપડેટ કરવી, જાળવવી અને તેનું યોગ્ય સંચાલન કરવું. અમારા વેબપોર્ટલ્સ માટે નવા લેખ, બ્લોગ, રિપોર્ટ્સ, વિશેષ લેખ તૈયાર કરવા.
• લેખકો અને એડિટર્સ વ્યાકરણ, મેસેજિંગ, લેખન અને શૈલીમાં શ્રેષ્ઠ કામ કરે તેની દેખરેખ રાખવી.
• બ્રોશર્સ, ન્યૂઝલેટર્સ, ડિસ્પ્લે જાહેરખબર, બેનર્સ વગેરે પ્રમોશનલ મટિરિયલ માટે વિવિધ માહિતી, વેબસાઈટ બ્લોગ, આર્ટિકલ જેવા માર્કેટિંગ કન્ટેન્ટ તૈયાર કરવા.

ઉમેદવારની પ્રોફાઈલ
1. આઈટી/આઈટીઈએસ/બીપીઓ/કેપીઓ ક્ષેત્રે ઉમેદવારને લેખનનો અનુભવ હોવો જોઈએ.
2. અલગ અલગ પ્રકારના લખાણમાં લેખન અને એડિટિંગનું કૌશલ્ય હોવું જરૂરી છે. વ્યાકરણ અને શબ્દોની પસંદગી પર ઉમેદવારની સારી પકડ હોવી જોઈએ. સર્જનાત્મક લેખનની આવડત અને શબ્દોની રમતની આવડત હોવી જોઈએ.
3. કમ્યુનિકેશનની કળાઃ ઉમેદવાર અંગ્રેજી ભાષમાં ખૂબ સારી રીતે લેખિત અને મૌખિક કમ્યુનિકેશન કરી શકવા જોઈએ.
4. ક્લાયન્ટ્સ રિલેશનઃ બીજાની વાતને ઝડપથી સમજવાની કળા હોવી જોઈએ. ક્લાયન્ટ્સ સાથે વાતચીત કરવા તેમજ તેમના વિચારોને અસરકારક રીતે અમલમાં મુકવા માટે સક્ષમ હોવા જોઈએ.
5. કંપનીના નિર્ધારિત લક્ષ્ય હાંસલ કરવા માટે સર્જનાત્મક લોકો અને કન્ટેન્ટ લેખકોને પ્રેરણા આપીને ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા હોવી જોઈએ.
6. લાંબા અને ત્વરિત(જે-તે સમયે જરૂરિયાત પ્રમાણે) એમ બંને પ્રકારના કન્ટેન્ટ તૈયાર કરવાની તેમજ તેના વિતરણી વ્યૂહરચના ઘડવાની ક્ષમતા હોવી જોઈએ.
7. એડિટોરિયલ શિડ્યુલ અને કંપનીમાં આપવામાં આવેલી સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને સમયસર કામ કે પ્રોજેક્ટ પુરા કરવા માટે યોગ્ય નિયમનની કળા હોવી જોઈએ.
8. કીવર્ડ્સના યોગ્ય રીતે, સાચી જગ્યા અને એક પ્રવાહમાં ઉપયોગ કરવાની સારી આવડત હોવી જોઈએ.
9. ઈન્ટરનેટ પર રિસર્ચ કરીને વિશ્વસનિય ડેટા અને માહિતી એકઠી કરી તેને કન્ટેન્ટ લેખનમાં ઉપયોગમાં લેવાની આવડત હોવી જોઈએ.
10. મૌલિક લખાણ માટે પુરતુ રિસર્ચ, પરિકલ્પના અને લેખન કરવાની આવડત હોવી જોઈએ. તેમજ ગુણવત્તા, સાતત્ય અને ચોક્કસાઈ માટે પુરતુ શબ્દભંડોળ હોવું જોઈએ.
11. ડિઝિટલ મીડિયા માટે લેખ, બ્લોગ પોસ્ટ, પ્રેસ રિલિઝ, વિવરણ, પેજ ટાઈટલ વગેરે લખવાની આવડત અને જ્ઞાન હોવા જોઈએ.

લાયકાત અને અનુભવ
સ્નાતક/અનુસ્નાતક(અંગ્રેજી ભાષા/સાહિત્ય અથવા કમ્યુનિકેશન/પત્રકારત્વને પ્રાધાન્ય) તેમજ લેખન, એડિટિંગ અને સર્જનાત્મક અભિવ્યક્તિમાં ખૂબ સારું કૌશલ્ય હોવું જોઈએ.
-લેખન અને એડિટિંગમાં 5થી 7 વર્ષનો અનુભવ. આ પ્રકારનું કામ કર્યું હોય તેવા ઉમેદવારને પ્રાધાન્યતા.
– એમએસ ઓફિસના સારા જાણકાર હોવા જરૂરી છે.


સંપર્કની વિગતો :079-30215316 ઈમેલ :careers@ganeshaspeaks.com