શારીરિક બાંધોઃ
મકર રાશિના જાતકોની દેહયષ્ટિ મરોડદાર અને સુંદર તેમ જ ઊંચાઈ મધ્યમ હોય છે. તેમની ત્વચા સામાન્યપણે ખૂબ તેજસ્વી કે આકર્ષક હોતી નથી તેમ જ ચહેરાની રેખાઓ કઠોર અને હાવભાવ ઉષ્માવિહીન હોય છે. મકર જાતકોની ઉંમર સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમના શરીરનો ઉપરનો હિસ્સો ઘણો સુડોળ હોય છે. ભ્રમરો જાડી અને વાંકીચૂંકી હોય છે. તેઓ ધીમેથી અને સંભાળીને બોલે છે. આંગળીના વેઢા સ્પષ્ટ જોઈ શકાય તેવા હોય છે. ચાલ કઢંગી અને ધીમી હોય છે.
સ્વાસ્થ્યઃ
નાની મોટી બીમારીઓ સામેની જબરદસ્ત પ્રતિકાર શક્તિ મકર જાતકો ધરાવે છે જેથી વૃધ્ધાવસ્થામાં પણ તેઓનું સ્વાસ્થ્ય સારૂં રહે છે. એમ છતાં ઘૂંટણ અને હાડકાંને લગતી ફરિયાદો તેમને થાય છે. શરીરમાં ઘૂંટણ, અસ્થિતંત્ર અને ત્વચા પર મકર રાશિ અમલ ધરાવે છે,જે શરીરના નબળા કે નાજુક ભાગ કહી શકાય. મકર જાતકોને શરદી, સંધિવા, દાંતની સમસ્યા, ગરદનની તકલીફ, પથરી, પેટને લગતી સમસ્યાઓનું પણ જોખમ છે.
સૌંદર્ય ટીપ્સઃ
તેમની દેહયષ્ટિ ઘણી સુડોળ હોય છે જેનો તેમને ગર્વ હોય છે. આપને ગળા પર કરચલીઓ ન દેખાય તે માટે ખાસ એન્ટી રિંકલ ક્રિમ(કરચલી દૂર કરતું ક્રિમ) લગાવવાની જરૂર છે. આપના માથાનો ઉપરનો ભાગ ખૂબ સારો છે તેથી વાસ્તવિક જીવનમાં તે મહત્તમ દેખાય તેવો પ્રયત્ન કરો. આપના પગ પ્રમાણમાં મોટા છે અને તે માટે પેડીક્યોર(પગની ચોક્કસ પ્રકારની સારવાર)ની જરૂર છે. ડેનિમ્સ અને પ્રમાણમાં ફીટ કહી શકાય તેવા પોષાકો તેમને સારા લાગે છે.
મનગમતી ખાદ્યસામગ્રીઃ
સકર જાતકો સ્વાસ્થ્યપ્રદ ફૂડહેબિટ ધરાવે છે. ભોજનમાં અંજીર, લીલા શાકભાજી, ગાયનું દૂધ, નારંગી, લીંબુ, ઈંડાની જરદી, કોબીજ, ઘઉં, બદામ,બ્રાઉન રાઈસ, આખા ઘઉં, અને માછલી જેવો પોષક આહાર તેમને ગમે છે. તેમણે હાડકાં મજબૂત રહે તે માટે કેલ્શિયમયુક્ત ખાદ્ય પદાર્થો લેવા જોઈએ.
આદતોઃ
મકર જાતકો પોતાના કામની બાબતમાં ખૂબ ચુસ્ત હોય છે અને કામની પાછળ તેઓ પોતાના પરિવારની તેમ જ અંગત ખુશીઓનું પણ બલિદાન આપી દે છે. તેમના આ વલણના મૂળમાં પૈસાની અછત ઊભી થવાનો અને આર્થિક બાબતે કોઈપર અવલંબિત રહેવાનો ભય હોય છે. આર્થિક બાબત સિવાયની તેમને સહજ મળેલી સારી બાબતો પર તેમણે પોતાનું લક્ષ્ય આપવું જોઈએ. ખાવા-પીવાની બાબતે બેદરકારી રાખશે તો તેની તેમના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે.