For Personal Problems! Talk To Astrologer

મકર વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2019)

વર્ષની શરૂઆતમાં તમારા પ્રણય સંબંધો ખીલી ઉઠશે. અન્‍યો સાથે લાગણીસભર સંબંધો બંધાય. આનંદમય પ્રવાસ થાય. લગ્નોત્સુક જાતકો માટે ઓક્ટોબરના અંતર સુધીનો સમય એકંદરે આશાસ્પદ છે. વચ્ચે થોડા ચડાવઉતાર રહેશે પરંતુ છતાંય તમે આ તબક્કામાં જીવનસાથીની પસંદગી અથવા પહેલાથી કોઈની સાથે સંબંધ હોય તો લગ્ન વિશેનો નિર્ણય લઈ શકો છો. વિજાતીય વ્‍યક્તિઓના સહવાસથી આપ આનંદિત રહેશો. વિજાતીય આકર્ષણ વધારે રહે અને તેમનો સંગાથ ગમે. ઉત્તમ દાંપત્‍યસુખ માણી શકશો. સ્‍ત્રી મિત્રો, પ્રેયસી સાથે રોમાંચક ક્ષણો વીતાવો. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તમારે સંબંધોમાં થોડુ સાચવવું પડશે કારણ કે પારસ્પરિક વિજાતીય આકર્ષણ તો ઘણું હશે પરંતુ ક્યાંકને ક્યાંક તમારા સાથીનો ગુસ્સો અથવા તેની વાણીની ઉગ્રતા તમારી વચ્ચે વિવાદ અને ઉગ્ર દલીલબાજી ઉત્પન કરી શકે છે. ત્યારપછીના તબક્કામાં તમે ફરી રોમાન્સની લાગણી અનુભવશો અને વર્ષાંત સુધીમાં તમારા સંબંધોમાં નવી વસંત ખીલી શકે છે. છેલ્લા મહિનામાં તમારામાં વિજાતીય આકર્ષણ અને જાતીય ઈચ્છાઓનું પ્રમાણ ઘણું વધારે રહેશે.

મકર સાપ્તાહિક ફળકથન – 08-12-2019 – 14-12-2019

મકર માસિક ફળકથન – Dec 2019

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર

વધુ જાણો મકર