For Personal Problems! Talk To Astrologer

મકર વાર્ષિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ વર્ષ (2019)

વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળશે. ઓક્ટોબર મહિનાના અંત સુધી તમારા પંચમ સ્થાન પર ગુરુની શુભ દૃષ્ટિ અભ્યાસમાં ઘણી સફળતા અપાવશે. વચ્ચે અન્ય ગ્રહોના ગોચરના કારણે કેટલીક પ્રતિકૂળ સ્થિતિ આવી શકે છે પરંતુ એકંદરે સ્થિતિ સારી હોવાથી તમારું પરફોર્મન્સ નોંધપાત્ર પ્રમાણમાં સુધરી શકે છે. વિદ્યાર્થીઓને એકંદરે રાહત રહેશે પરંતુ કારકીર્દિ પસંદગી મામલે આપનું મન અસમંજસમાં રહેશે. આ મામલે શક્ય હોય તો તજજ્ઞો સાથે ચર્ચા કરી નિર્ણય લેવો. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને પ્રવેશ પરીક્ષાઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકો અથવા તે સમયમાં આવી કોઈ પરીક્ષા આપવાની થાય તે તેમાં વધુ કાળજી લેવી પડશે અન્યથા એકાદ નિષ્ફળતા મળી શકે છે. વર્ષના મધ્યના ચરણમાં તમારે ખાસ કરીને એડમીશન કે અભ્યાસ સંબધિત સામગ્રી એકઠી કરવામાં ઘણો સમય વીતી શકે છે. નવેમ્બર અને તે પછીનો સમય મુશ્કેલ પુરવાર થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ચિત્ત એકાગ્ર ન રહે. છેલ્લા મહિનામાં તમે સૌથી વધુ અસમંજસ અને ગુંચવણભરી સ્થિતિમાં પસાર થશો કારણ કે તમારા વ્યવસય સ્થાનમાં જ સંખ્યાબંધ ગ્રહોની યુતિ તમને કોઈ પ્રકારે શુભ ફળ નહીં આપે.

મકર સાપ્તાહિક ફળકથન – 08-12-2019 – 14-12-2019

મકર માસિક ફળકથન – Dec 2019

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર

વધુ જાણો મકર