For Personal Problems! Talk To Astrologer

મકર સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (25-10-2020 – 31-10-2020)

સપ્તાહની શરૂઆતમાં તમે નકારાત્મક વિચારોને મનમાંથી હાંકી કાઢીને નવા ઉત્સાહ અને નવા વિચારો સાથે આગળ વધવા માટે પ્રેરાશો. વ્‍યવસાયમાં વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. તમને કાર્ય સફળતાની પુરી શક્યતા છે પરંતુ ધીરજ ગુમાવવી નહીં. ખાસ કરીને કોઇ નવી શરૂઆત કરવામાં અથવા તમારા પ્લાનિંગનો અમલ કરવામાં તમે અતિ ઉતાવળ રાખશો તો તમારા માટે નવી મુશ્કેલી આવી શકે છે. કામકાજમાં ખાસ કરીને દવા, પ્રિન્ટિંગ, બેંકિંગ, શિક્ષણ વગેરેમાં સારી પ્રગતિની આશા રાખી શકો છો. પ્રેમસંબંધોમાં તમે રુચિ લેશો અને તમારી વચ્ચે તાલમેલ પણ રહેશે પરંતુ સંબંધો ધીમી ગતિએ આગળ વધતા હોય તેવું મનોમન લાગ્યા કરે. સંબંધો જીવંત રાખવા માટે તમારે વિશેષ પ્રયાસો પણ કરવા પડે. આવી સ્થિતિમાં સંબંધોમાં અનિશ્ચિતતા વધી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં યોગ્ય માહોલ ના મળવાની ફરિયાદ રહે. સ્વાસ્થ્યની જાળવણીને આપ પ્રાથમિકતા આપજો. મુસાફરી દરમિયાન પણ ઇજા સામે સંભાળવું.

વધુ જાણો મકર

Free Horoscope Reports 

મકર માસિક ફળકથન – Oct 2020

મકર વાર્ષિક ફળકથન – 2020

મકર સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ