For Personal Problems! Talk To Astrologer

મકર – કન્યા સુસંગતતા

મકર અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા

આ સંબંધમાં સારી સુસંગતતા જોવા મળે છે કારણ કે બંનેને વિશ્વાસ હોય છે કે તેઓ એટલી સમજણ ધરાવે છે કે એકબીજાના વ્યક્તિગત દ્રષ્ટિકોણને સમજી શકશે. મકર જાતકો અગાઉથી યોજના બનાવે છે અને મક્કમપણે પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે જ્યારે કન્યા જાતકોને તેમની ક્ષમતા અને આવડતમાં વિશ્વાસ હોય છે. જીવન પ્રત્યેના ગંભીર અભિગમને કારણે તેમનો સંબંધ ઓછો રોમેન્ટિક હોય છે. બંને પોતાના ગંભીર વલણને કારણે પ્રેમની પળો માણવાનું ભૂલી જાય છે. તેથી તેમના સંબંધમાં સુગંધ ભળે તે માટે તેમણે પ્રયાસ કરવો પડે છે.

મકર પુરુષ અને કન્યા સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ યુગલ વચ્ચે રોમાન્સ વસંતના ફૂલોની જેમ ખીલે છે. આ સંબંધ મધ જેવો મીઠો હોય છે. એકબીજાની સાથે રહીને તેમનું વ્યક્તિત્વ ખીલી ઉઠે છે. સ્ત્રી જાતકને પુરુષ પાર્ટનરની હાજરીમાં સુરક્ષાનો અનુભવ થાય છે અને પુરુષ માટેનો તેનો પ્રેમ બતાવે છે. સ્ત્રી મુશ્કેલીઓના સમયમાં પુરુષની પડખે ઊભી રહે છે અને તેની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. પુરુષ ભૌતિક ચીજવસ્તુઓ દ્વારા સ્ત્રીને ખુશ કરે છે. આ રાશિઓ સૌથી ઉત્કૃષ્ટ પ્રેમ સંબંધ રચે છે.

મકર સ્ત્રી અને કન્યા પુરુષ વચ્ચે સુસંગતતા
મકર રાશિની સ્ત્રી તેના પ્રેમાળ સ્વભાવને કારણે હૂંફાળુ વાતાવરણ ઊભું કરે છે જ્યાં તેઓ પોતાનો સંબંધ વિકસાવી શકે છે. કન્યા રાશિના પુરુષની સંગતમાં સ્ત્રીને હંમેશા સુરક્ષાનો અનુભવ થાય છે. આ સંબંધમાં સુસંગતતાનો દર ઘણો ઊંચો હોય છે. તેમનું વ્યક્તિત્વ હંમેશા એકબીજાને આકર્ષશે. તેમની લાઇફ સ્ટાઇલ એક સરખી હોય છે અને તેઓ નવરાશનો સમય મોજ મસ્તીમાં પસાર કરે છે. કન્યા રાશિનો પુરુષ અને મકર રાશિની સ્ત્રી સ્વભાવે ઘણાં રોમેન્ટિક હોય છે અને તેમનો મનમેળ ઘણો સારો હોય છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

જેઓ કૃષિ, મશીનરી, વીજ ઉપકરણો, વાહનો અથવા મિલકતોની લે-વેચ જેવા કાર્યોમાં સંકળાયેલા છે તેઓ અત્યારે કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકશે. જોકે, સપ્તાહના પૂર્વાર્ધમાં ખાસ કરીને સરકારી કાર્યો અથવા કાયદાકીય ગુંચવણોના કારણે તમારું કામ…

મકર પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમારામાં વિજાતીય આકર્ષણ વધુ રહેશે અને ખાસ કરીને વિવાહિતો ઉત્તમ દાંપત્યસુખ માણી શકશે. જેઓ પ્રેમસંબંધોમાં છે તેઓ સંબંધોમાં સ્થિરતાનો અહેસાસ કરશે પરંતુ હાલમાં તમારા સાથીને સંબંધોમાં કંઈક નવીનતાનો અહેસાસ…

મકર આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમને ઘણા સમયથી ભાગ્યના જોરે કોઈને કોઈ આર્થિક ફાયદો થઈ રહ્યો હશે તેમાં ખાસ કરીને સપ્તાહના મધ્યમાં આંશિક ઘટાડો આવી શકે છે પરંતુ ચિંતા જેવું નથી. સપ્તાહના પૂર્વાર્ધમાં તમારે સરકારી અથવા કાયદાકીય ખર્ચ થઈ શકે છે. પિતા અથવા ઘરમાં કોઈ…

મકર શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું ધ્યાન આપશે પરંતુ સપ્તાહના મધ્યમાં તમે સામાન્ય અભ્યાસ છોડીને પરાવિજ્ઞાન અને રહસ્યની દુનિયામાં વધુ વાંચન કરો અથવા કંઈ નવું શીખવાનો પ્રયાસ કરો તેવી સંભાવના છે. ડિઝાઈનિંગ,…

મકર સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડશે. ખાસ કરીને હૃદયના ધબકારામાં અનિયમિતતા, બ્લડપ્રેશર, લોહીના પરિભ્રમણને લગતા પ્રશ્નો, બેચેની, કમરમાં દુખાવો વગેરે સમસ્યાઓ આ સમયમાં પરેશાન કરે તેવી સંભાવના છે. જેમને ખાસ કરીને ઉધરસ,…

નિયતસમયનું ફળકથન