For Personal Problems! Talk To Astrologer

મકર – વૃષભ સુસંગતતા

મકર અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા

જીવનની આધ્યાત્મિક અને ફિલસૂફીભરી બાબતોને લાગે વળગે છે ત્યાં સુધી આ રાશિઓ વચ્ચે ઘણો સારો સુમેળ હોય છે. જીવન તરફ બંને વ્યવહારૂ અભિગમ ધરાવે છે. મકર જાતકનો મહત્વાકાંક્ષી અને શાંત સ્વભાવ વૃષભ જાતકને આકર્ષે છે. વૃષભ જાતકની દૃઢ નિર્ણયશકિતથી મકર જાતક આકર્ષાય છે. જીવનની અન્ય બાબતો તરફ આ બંને જાતકો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા હોવાથી તેઓ જીવનનો આનંદ માણવામાં નિષ્ફળ જાય છે. પરસ્પર સમજદારી, વિશ્વાસ અને સમાન અભિરૂચિના કારણે આ બંને રાશિઓ વચ્ચે સૌથી વધારે સુમેળ રહે છે.

મકર પુરુષ અને વૃષભ સ્ત્રી વચ્ચે સુસંગતતા
સુસંગતતાની દૃષ્ટિએ આ જોડી શ્રેષ્ઠ પુરવાર થઇ શકે છે. તેઓ બંને વચ્ચેનો પ્રેમ હંમેશા જળવાઇ રહે છે. બંનેને એકબીજાની સંગતમાં મજા આવે છે. વૃષભ મહિલામાં મકર પુરુષ પોતાની સંપૂર્ણ જીવન સંગિનીને જુએ છે. મકર પુરુષની ગંભીરતાને તેની વૃષભ પત્ની તેના પ્રેમાળ અને ભરોસાપાત્ર સ્વભાવથી હળવી કરે છે. નજીવા મતભેદોને બાદ કરતાં તેમનો સુમેળ શ્રેષ્ઠ સાબિત થાય છે.

મકર સ્ત્રી અને વૃષભ પુરુષ વચ્ચે સુસંગતતા
પ્રેમની બાબતમાં બંને વચ્ચે ખૂબ સારો તાલમેલ હોવાથી તેઓ પોતાના સ્વપ્નાં પૂરા કરી શકે છે. તેમના સંબંધો કાયમ માટે ટકે છે કારણ કે બંનેનો સ્વભાવ રોમેન્ટિક અને પ્રેમાવેશભર્યો છે. મકર મહિલા પોતાનો જીવનસાથી જ્યારે આખો દિવસ સખત મહેનત કરીને ઘેર પાછો ફરે ત્યારે તેને ઊષ્માથી આવકારવા અને તેની સંભાળ લેવા હંમેશા તૈયાર હોય છે. તેઓ બંને જણાં જીવનમાં સફળતા મેળવવા માટે કૃતનિશ્ચયી અને આતુર હોવાથી પરસ્પર લાગણી અને પ્રેમ ધરાવે છે. મહત્વની ધ્યેય સિદ્ધિ તથા વિજય પ્રાપ્ત કરવા એકબીજાને તેઓ મદદ પણ કરે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે આ સપ્તાહમાં તમે સક્રિય રહેશો. વ્યવસાયમાં જોડાયેલા જાતકો એકધારી ગતિએ આગળ વધીને પોતાના હોદ્દા કે સ્થિતિમાં મજબૂતી લાવી શકશે. બેંકિંગ, ફાઇનાન્સ, મીડિયા, લેખન, દવાઓ, રંગ-રસાયણ, પ્રિન્ટિંગ, ટેલિકોમ, કમ્યુનિકેશન…

મકર પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમે સંબંધોમાં ધ્યાન આપો. પરણિત જાતકોને જીવનસાથી જોડે બહેતર સમય વિતાવવાની તક મળે. જોકે, તમે અત્યારે સંબંધોમાં ધીમી ગતિએ આગળ વધો તેવી શક્યતા છે માટે વિજાતીય પાત્રોને ખુશ રાખવા માટે તમારે પોતાના તરફથી પ્રયાસો…

મકર આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ દરમિયાન તમારી પાસે નાણાંની આવક થતી રહેશે જેથી આર્થિક સ્થિતિ બહુ ચિંતાજનક. જોકે, શેરબજાર, વાયદા બજાર, કરન્સીમાં લે-વેચ અથવા સટ્ટાકીય કાર્યોમાં સંકળાયેલા હોવ તો હાલમાં આ કાર્યો છોડી દેજો અન્યથા આર્થિક નુકસાન થઈ શકે છે….

મકર શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને અત્યારે વાંચવામાં ધ્યાન આપવું જરૂરી છે અન્યથા અભ્યાસ પર વિપરિત અસર પડશે. ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકોને આંશિક રાહત છે પરંતુ અતિઆત્મવિશ્વાસમાં આવીને તમે કારકિર્દીને જોખમમાં ના મૂકો તેનું ધ્યાન રાખવું….

મકર સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય મામલે ખાસ કોઇ મોટી સમસ્યા જણાતી નથી પરંતુ તમારા શરીરમાં થોડી સુસ્તિ અને આળસ રહેવાની શક્યતા હોવાથી પૌષ્ટિક આહાર અને કસરત પર ધ્યાન આપવાની સલાહ છે. ઉત્તરાર્ધમાં ક્યાંય મુસાફરી કરવાની થાય તો તમારે સાચવવું પડશે કારણ કે…

નિયતસમયનું ફળકથન