For Personal Problems! Talk To Astrologer

મકર – વૃશ્ચિ સુસંગતતા

મકર અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા

મકર અને વૃશ્ચિક જાતકોના લક્ષણોમાં ઘણી સમાનતા હોય છે. બંને જીદ્દી, વેર લેવાની વૃત્તિ ધરાવનારા તેમજ શંકાશીલ હોય છે. તેમની વચ્ચે ઘણીવાર ઝગડા પણ થાય છે. મકર જાતકો સંવેદનશીલ હોય છે અને વૃશ્ચિક જાતક વ્યવહારૂ અને કઠોર હોય છે. આ મનમેળ ખૂબ સારો ન કહી શકાય કારણ કે બંને મજબૂત અને દ્રઢ મનોબળ ધરાવનારા હોય છે, એકબીજા માટે તેઓ બિલકુલ નમવા તૈયાર નથી હોતા પણ બંને એક વાત પર હંમેશા સહમત હોય છે, અને તે છે આર્થિક સુરક્ષા. આથી જ તેઓ એકબીજા સાથે રહી શકે છે.

મકર પુરુષ અને વૃશ્ચિક સ્ત્રી વચ્ચે સુસંગતતા
મકર રાશિના પુરુષો ઘણાં બુદ્ધિશાળી હોય છે અને ઘણી સારી તાર્કિક બુદ્ધિ ધરાવતા હોય છે. તેઓ ઘણાં મહત્વકાંક્ષી અને દ્રઢ પણ હોય છે. વૃશ્ચિક રાશિની સ્ત્રી પણ નિષ્ઠાવાન હોય છે અને ઘણી લાગણીશીલ હોય છે. તેઓ ઘણી ઉત્તેજનાપૂર્વક એકબીજા તરફ ખેંચાણ અનુભવે છે. જો તેઓ એકબીજાની લાગણીઓને માન આપવાનું શીખી શકે તો, એકબીજા માટે ઘણાં આધારરૂપ સાબિત થઇ શકે છે. તેમણે એકબીજા પાસેથી ઘણું શીખવાની જરૂર હોય છે પણ એકબીજા સામે દિલ ખોલવામાં તેમને ઘણી વાર લાગે છે.

મકર સ્ત્રી અને વૃશ્ચિક પુરુષ વચ્ચે સુસંગતતા
આ બંને રાશિના જાતકોને પોતાની જવાબદારીનું ભાન હોય છે અને તેઓ નાણાંકીય બાબતોને લઇને ઘણાં ગંભીર હોય છે. જુસ્સો અને ઇર્ષા જેવા વૃશ્ચિક રાશિના પુરુષોના લક્ષણો સારા સંબંધ જાળવવામાં હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે, તેના કારણે મકર રાશિની સ્ત્રી સુરક્ષા અનુભવી શકશે. તેમની વચ્ચે ધંધાને લગતા પણ સારા સંબંધો હોઇ શકે છે પણ તેમની વચ્ચે પ્રેમની સુસંગતતાનો આધાર તેઓ એકબીજા માટે ભરોસો, સંભાળ અને સમર્પણ કેટલુ વિકસાવી શકે છે તેના પર રહેલો છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયમાં હાલમાં આપ પૂર્વાર્ધમાં ઘણું સારું ધ્યાન આપી શકશો. સપ્તાહની શરૂઆતથી જ તમે કારકિર્દી પર કેન્દ્રિત રહેશો. જોકે, સપ્તાહના મધ્યમાં તમારું મન ચંચળ રહેવાથી કામકાજમાં કંઇક નવું કરવાના બદલે વિરામ લેવાની સલાહ છે. આમ કરશો તો…

મકર પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધોમાં હાલમાં આપે થોડુ ચેતીને ચાલવાનું છે. ખાસ કારણ એ છે કે, આપની વાણી અને વ્યવહારમાં ઉગ્રતા કે આવેશ વધુ રહેશે. તમારામાં રોમાન્સની લાગણી રહેશે પરંતુ કોઈ અગમ્ય કારણોસર તમે ગુસ્સે થઇ શકો છો. અત્યારે જાહેર કાર્યક્રમો અથવા…

મકર આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે સપ્તાહે આપને આવક તો થશે પરંતુ તમારા હાથમાં આવેલા નાણાંનું યોગ્ય આયોજન કરતા શીખવું પડશે. અત્યારે વડીલો અથવા મિત્રો તરફથી આવક થવાની અથવા કોઇ આર્થિક લાભ થવાની આશા રાખી શકો છો. લોન અને ઉઘરાણીના કાર્યો શક્ય હોય ત્યાં…

મકર શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને શિક્ષણમાં હાલમાં કોઈ મોટો અવરોધ અથવા સમસ્યા આવે તેવી શક્યતા ઓછી પરંતુ તેમ છતાંય તા. 22 અને 23ના રોજ અભ્યાસ માટે યોગ્ય માહોલ ના મળવાથી અથવા થોડી માનસિક બેચેનીના કારણે સપ્તાહના મધ્યમાં તમારી અભ્યાસની ગતિ ધીમી…

મકર સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના પ્રારંભે આપનામાં ઉર્જા અને શક્તિનું સ્તર સારું રહેવાથી કામકાજમાં આગળ વધી શકશો પરંતુ તા. 22 અને 23ના રોજ અગાઉ કરેલા કામના કારણે શરીરમાં થાક અને સુસ્તિ વર્તાશે. આ ઉપરાંત, શરીરમાં નબળાઈ, હાડકાને લગતી સમસ્યા, સપ્તાહના…

નિયતસમયનું ફળકથન