For Personal Problems! Talk To Astrologer

મકર – ધન સુસંગતતા

મકર અને ધન રાશિ વચ્ચે સુસંગતતા

ધન જાતકો અધીરા, બુદ્ધિશાળી અને બોલકણા હોય છે. સામે પક્ષે મકર જાતકો ગંભીર, અંતર્મુખી અને ઝડપી ગુસ્સે થનારા હોય છે. ધન જાતકોને જીવનને સંપૂર્ણ રીતે માણવું ગમે છે. તેઓ બિન્દાસ વ્યક્તિત્વ ધરાવે છે પણ મકર જાતકો એકાંત પ્રિય અને ભરોસાપાત્ર હોય છે. મકર જાતકો ધન જાતકોને સફળતા મેળવવા માટે ઘણું પ્રોત્સાહન આપે છે અને દરેક રીતે મદદ કરે છે. ધન જાતકો અભિવ્યક્તિમાં માને છે અને લોકોને હળવામળવાનું તેમને ગમે છે, તેથી તેઓ મકર જાતકોના સંગાથમાં કંટાળો અનુભવે તેવું પણ બની શકે છે. આ બંને રાશિઓ એકબીજાથી વિરૂદ્ધ હોય છે છતાં મળવાનો પ્રયત્ન કરે છે અને છેવટે તેમને આ કામ અશક્ય લાગે છે.

મકર પુરુષ અને ધન સ્ત્રી વચ્ચે સુસંગતતા
એવા ઘણાં કારણો છે જેના પરથી સાબિત થાય છે કે ધન રાશિની સ્ત્રી મકર રાશિના પુરુષ સાથે સુસંગતતા ધરાવતી નથી. આ સ્ત્રીને મોજ-મસ્તી અને લોકોને હળવું-મળવું ગમતું હોય છે જ્યારે મકર રાશિનો પુરુષ ઘણો શરમાળ, વ્યવહારૂ અને ભરોસાપાત્ર હોય છે. ધન રાશિની સ્ત્રીને તે ઘણો નબળો અને કંટાળાજનક લાગે છે. બીજી તરફ, મકર રાશિના પુરુષને ધન રાશિની સ્ત્રીનું પાર્ટીઓ કરવાનું અને બેફિકરાઈભર્યું વલણ વધારે ન ગમે તેવી પણ શક્યતા છે.

મકર સ્ત્રી અને ધન પુરુષ વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચેનો સંબંધ લાંબાગાળે વ્યર્થ સાબિત થાય છે. ધન રાશિનો પુરુષ તેના જીવનસાથી પાસેથી અલગ પ્રકારની અપેક્ષા રાખે છે જે મકર રાશિની સ્ત્રી પૂરી કરી શકતી નથી. જોકે, બંને રાશિના જાતકો એકબીજાને પ્રેમ કરે છે અને પ્રશંસા કરે છે. જો પુરુષ સ્ત્રીને લોકો સાથે કેવી રીતે હળવું-મળવું તે શીખવી દે તો તેઓ સારી રીતે જીવન માણી શકે છે. આવી જ રીતે, સ્ત્રી તેને દરેક કામમાં સફળતા મેળવવામાં સહકાર આપી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

જેઓ કૃષિ, મશીનરી, વીજ ઉપકરણો, વાહનો અથવા મિલકતોની લે-વેચ જેવા કાર્યોમાં સંકળાયેલા છે તેઓ અત્યારે કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકશે. જોકે, સપ્તાહના પૂર્વાર્ધમાં ખાસ કરીને સરકારી કાર્યો અથવા કાયદાકીય ગુંચવણોના કારણે તમારું કામ…

મકર પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમારામાં વિજાતીય આકર્ષણ વધુ રહેશે અને ખાસ કરીને વિવાહિતો ઉત્તમ દાંપત્યસુખ માણી શકશે. જેઓ પ્રેમસંબંધોમાં છે તેઓ સંબંધોમાં સ્થિરતાનો અહેસાસ કરશે પરંતુ હાલમાં તમારા સાથીને સંબંધોમાં કંઈક નવીનતાનો અહેસાસ…

મકર આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમને ઘણા સમયથી ભાગ્યના જોરે કોઈને કોઈ આર્થિક ફાયદો થઈ રહ્યો હશે તેમાં ખાસ કરીને સપ્તાહના મધ્યમાં આંશિક ઘટાડો આવી શકે છે પરંતુ ચિંતા જેવું નથી. સપ્તાહના પૂર્વાર્ધમાં તમારે સરકારી અથવા કાયદાકીય ખર્ચ થઈ શકે છે. પિતા અથવા ઘરમાં કોઈ…

મકર શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું ધ્યાન આપશે પરંતુ સપ્તાહના મધ્યમાં તમે સામાન્ય અભ્યાસ છોડીને પરાવિજ્ઞાન અને રહસ્યની દુનિયામાં વધુ વાંચન કરો અથવા કંઈ નવું શીખવાનો પ્રયાસ કરો તેવી સંભાવના છે. ડિઝાઈનિંગ,…

મકર સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડશે. ખાસ કરીને હૃદયના ધબકારામાં અનિયમિતતા, બ્લડપ્રેશર, લોહીના પરિભ્રમણને લગતા પ્રશ્નો, બેચેની, કમરમાં દુખાવો વગેરે સમસ્યાઓ આ સમયમાં પરેશાન કરે તેવી સંભાવના છે. જેમને ખાસ કરીને ઉધરસ,…

નિયતસમયનું ફળકથન