For Personal Problems! Talk To Astrologer

મકર જાતકોના સંબંધો

મકર જાતકોના સંબંધો

મકર જાતકો મિત્ર તરીકેઃ
આપ ઘણા વિશ્વાસુ મિત્ર બની શકો છો. એક વાતનું ધ્યાન રાખવું કે મૈત્રિના માર્ગમાં અહમ ન આવવો જોઈએ. મિત્રોની કટોકટી કે જરૂરિયાતના સમયે હંમેશા આપ તેમની પડખે ઊભા રહો છો.

મકર જાતકો માતા તરીકેઃ
મકર રાશિ ધરાવતી માતા હંમેશા ઈચ્છે છે કે તેમના સંતાનો સંતોષકારક કારકીર્દિ સાથે સંપૂર્ણ અને સલામત રીતે જિંદગી જીવે. આપે તેમના પ્રત્યે વધારે ને વધારે વિશુધ્ધ લાગણી આપવાનો પ્રયાસ કરવો જોઈએ. બાળકો કદાચ બગડી જશે એવી ચિંતા કર્યા વગર સંતાનો સમક્ષ આપે મુક્તપણે આપના વિચારો અભિવ્યક્ત કરવા જોઈએ. આપનો સ્વભાવ એવો છે કે આપ આપની લાગણીઓને જલદી પ્રદર્શિત નથી કરતા તેથી આપના સંતાનો જો વધુ પડતા સંવેદનશીલ હોય તો તેમની વધુ કાળજી લેવાની અને આપની તેમના પ્રત્યેની લાગણી દેખીતી રીતે પ્રદર્શિત કરવાની જરૂર છે. સંતાનોની સખત મહેનત પર આપ ધ્યાન આપવા સક્ષમ છો.

મકર જાતકો પિતા તરીકેઃ
મકર રાશિ ધરાવતા પિતા જાતકો તેમના સંતાનો પ્રત્યે વધારે પડતા મહત્વાકાંક્ષી હોય છે. આપના સંતાનોને વિપુલ પ્રમાણમાં તકો મળી રહે તે માટે આપ શક્ય એવા તમામ પ્રયત્નો કરો છો. આપ સંતાનો પ્રત્યે અધિકારભાવ જમાવનારા તેમ જ થોડું આકરું વલણ અપનાવનાર પિતા છો. સંતાનોની કાળજી લેવામાં આપને જરા પણ કંટાળો નથી આવતો. ટેન્શનને જો આપ ક્યાંય ખૂણામાં નાખી દેશો તો સંતાનો સાથે આપ આનંદથી રહી શકશો તેમ જ તેમને હૂંફ સાથે પ્રોત્સાહિત પણ કરી શકશો. આપને આપના સંતાનોનો અભિપ્રાય સાંભળવાની તથા તેમની સમસ્યાઓ અને તેમની સમસ્યાઓ સમજવાની જરૂર છે.

મકર સાપ્તાહિક ફળકથન – 10-11-2019 – 16-11-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર