For Personal Problems! Talk To Astrologer

મકર – મીન સુસંગતતા

મકર અને મીન રાશિ વચ્ચે સુસંગતતા

આ સુસંગતતા મીઠાઇ પર આઇસક્રીમ જેવી હોય છે. તેઓ નદીના બે કિનારા જેવા છે જે ક્યારેય ભેગા નથી થતા. મકર જાતકને કલ્પનામાં જીવવું ગમે છે પણ મીન જાતક તો દિવસે સપનાની દુનિયામાં વિહરતા હોય છે. મીન જાતકોને પોતાની જાતમાં ખુશ રહેવું ગમે છે તેઓ બીજાની વધારે ચિંતા નથી કરતા. તેમના સમજદારીભર્યા સ્વભાવને કારણે તેમનો સંબંધ ખીલે છે જેના કારણે તેમની વચ્ચે ઘર્ષણ ઓછું થાય છે.

મકર પુરુષ અને મીન સ્ત્રી વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચેના સંબંધો ઘણો લાંબો સમય ટકે છે. પ્રેમ અને કરૂણાની છત્રછાયામાં તેમનો સંબંધ પાંગરે છે. સ્ત્રી ક્યારેય પુરુષના સામ્રાજ્યને હસ્તક કરવાનો પ્રયત્ન કરતી નથી પણ તેને પુરુષ માટે મહત્વના બની રહેવું ગમશે. આ સ્ત્રી હંમેશા તેના જીવનસાથીની પડખે ઊભી રહે છે જ્યારે દુનિયા તેની વિરોધમાં હોય. તેમની સુસંગતતાનું સ્તર ઘણું ઊંચુ હોય છે. મકર રાશિનો પુરુષ ઉત્તમ શારીરિક બાંધો ધરાવતો હોય છે અને મીન રાશિની સ્ત્રીના કોમળ સ્વભાવને સાચવી લેવા સક્ષમ હોય છે.

મકર સ્ત્રી અને મીન પુરુષ વચ્ચે સુસંગતતા
જીવન પર્યંત સંબંધ માણવા માટે આ જોડી એકદમ યોગ્ય છે. મીન રાશિનો પુરુષ રોમેન્ટિક હોય છે જેને સ્ત્રીને લોંગ ડ્રાઇવ પર, કેન્ડલ લાઇટ ડિનર પર લઇ જવાનું ગમતું હોય છે અને સંબંધને વધુ ગાઢ બનાવવા તે ઘણી ભેટ સોગાદો પણ આપે છે. સ્ત્રી આ સંબંધને વધુ સારો બનાવે છે અને વધુ ઉત્કટતાથી પ્રેમ કરીને તે પુરુષને સુરક્ષાની અનુભૂતિ કરાવે છે. ઉત્તેજના, પ્રેમ અને વિશ્વાસ આ સંબંધને સુંદર પળો બક્ષશે, જેની મીઠી યાદો તેઓ જીવન પર્યંત જાળવી શકશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે અત્યારે તમે ઘણી સારી સુઝબુઝ અને ઉત્સાહ સાથે આગળ વધશો પરંતુ સપ્તાહના મધ્યમાં થાક લાગવાથી અને શરીરમાં થોડી સુસ્તિ રહેવાથી કામમાં મન ઓછુ લાગશે. દૂરના અંતરના કામકાજો, આયાતનિકાસ, ઈન્ટરનેટક આધારિત કાર્યો, કૃષિ,…

મકર પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સમયમાં તમે મોટાભાગના સમયમાં રોમેન્ટિક વિચારોમાં ખોવાયેલા રહેશો અને પ્રિયપાત્ર સાથે મુલાકાત અથવા નવા સંબંધોની શરૂઆતની પણ શક્યતા છે. સપ્તાહના મધ્યને બાદ કરતા મોટા ભાગના સમયમાં તમે પ્રિયપાત્ર માટે તમારા દિલમાં વિશેષ લાગણીનો…

મકર આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆતમાં તમે આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો જ્યારે મધ્યમમાં ખર્ચ સાથે થશે જેમાં ધાર્મિક અને તબીબી બાબતોમાં વધુ ખર્ચની શક્યતા છે. તમને સરકાર દ્વારા મળતા લાભ જેમકે ટેક્સમાં છુટછાટ, ટેક્સ રિબેટ, સબસિડી…

મકર શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

જેમને ગૂઢ અને આધ્યાત્મિક વિદ્યા અથવા પરાવિજ્ઞાનના રહસ્યો જાણવામાં રુચિ હોય તેમના માટે સપ્તાહના મધ્યનો સમય સારો છે જ્યારે સામાન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરૂઆતમાં અભ્યાસમાં રુચિ રહેશે. જેઓ ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરે છે…

મકર સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યની હાલમાં ખાસ મોટી સમસ્યા જણાતી નથી પરંતુ પહેલા દિવસે મધ્યાહન સુધી તમને માનસિક રીતે થોડી વ્યાકુળતા અને સુસ્તિ વર્તાશે. સંતાન ઈચ્છુક જાતકોને હાલમાં આશાનું કિરણ દેખાશે. દાંતમાં દુખાવો, પેઢાની સમસ્યા અથવા ગળામાં બળતરા…

નિયતસમયનું ફળકથન