For Personal Problems! Talk To Astrologer

મકર જાતકોનો સ્વભાવ

મકર જાતકોનો સ્વભાવ

આગળનો ભાગ બકરી અને પાછળના ભાગે મગર જેવું પ્રતીક ધરાવતી આ દસમી રાશિ છે.
મકર રાશિના જાતકો જે રીતે બકરી અન્ય કોઈ પણ પ્રાણી કરતા સૌથી વધુ ઊંચાઈ પર ચડવાની ક્ષમતા ધરાવે છે તેમ તેઓ હંમેશા ઊંચા લક્ષ્ય પાર પાડવામાં માને છે. આપ આપના વ્યક્તિગત લક્ષ્યાંકો અને આપની વચ્ચે આવતા અંતરાયોને ઘણી સરળતાથી પાર કરી શકો છો. મકર જાતકો માટે દરજ્જો અને મોભો સૌથી મહત્વનો હોય છે અને તેઓ પોતાની સિધ્ધિઓ બદલ બીજાઓ તરફથી તેમને મળતા આદરથી વ્યક્તિગત રીતે સંતોષ અનુભવે છે. એક લાક્ષણિક મકર જાતક તરીકે આપ લાગણીશીલ છો પરંતુ આપ કોઈપણ પગલાં ખૂબ આયોજનબધ્ધ અને વિચારીને લો છો. મકર જાતકો હંમેશા તેમના કોઈપણ કામના પરિણામનો અગાઉથી વિચાર કરે છે. તેઓ રૂઢિવાદી હોય છે પરંતુ એકમાત્ર તેમના ધ્યેય સુધી પહોંચવા માટે ખર્ચ કરતા અચકાતા નથી. આપ ઉતાવળમાં કોઈપણ મૂર્ખામીભર્યા પગલાં લેવાનું ટાળો છો. આ ગુણના કારણે જ મકર રાશિના જાતકો શિખરે પહોંચવા સક્ષમ હોય છે.
સ્વામી ગ્રહઃ શનિ
સૌરમંડળનો બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ શનિ મકર રાશિનો સ્વામી છે. આકર્ષક વલયોથી ઘેરાયેલો શનિ ગ્રહ (સેટર્ન)વ્યુત્પત્તિ શાસ્ત્ર અનુસાર મૂળ શેતાન શબ્દ સાથે સંકળાયેલો છે. શનિને મર્યાદાઓનો ગ્રહ પણ ગણવામાં આવે છે. જો આપણે આધ્યાત્મિકતાનું આચરણ કરીએ તો ભૌતિક દુનિયાથી પર વિશેષ બુદ્ધિક્ષમતા પ્રાપ્ત કરી શકીએ છીએ. મકર રાશિનો સ્વામી શનિ નિર્દેશ આપે છે કે આપણે માત્ર આપણી લાયકાત પ્રમાણે જ કંઈપણ પામી શકીએ છીએ. આપ ક્યારેક પરિણામની પરવા કર્યા વગર પણ કોઈપણ કાર્યમાં ભલે ઝંપલાવો, પરંતુ જો આપ તે કામ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે કરશો તો ચોકક્સ તેનું સારું પરિણામ મળશે.
દસમો ભાવઃ કારકીર્દિ
કુંડળીમાં દસમા ભાવને તમામ ભાવનો પિતા ગણવામાં આવે છે. આ ભાવ આપણા કામ, આપણા વ્યવસાય તેમ જ આપણી કારકીર્દિ સાથે જોડાયેલો છે. આ ભાવ બહારની દુનિયા અંગેનું આપણું દ્રષ્ટિબિંદુ સૂયવે છે. આ ભાવ આપણો દરજ્જો અને અન્ય લોકો દ્વારા થતી આપણા કામની કદર અને સ્વીકૃતિ સાથે જોડાયેલો છે.
મકર રાશિનું તત્વઃ પૃથ્વી
પૃથ્વી તત્વની વ્યવહારુ રાશિઓ સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ વાસ્તવિકતાથી છટકી શકતી નથી. મકર જાતકો કલ્પનાઓના બદલે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી જીવે છે. તેમના મતે લાગણીઓ કરતા અનુભવ વધુ મૂલ્યવાન છે. મકર જાતકો તરંગી એટલે કલ્પનાઓમાં રાચનારા નથી હોતા. તેમની પાયાની સમજશક્તિના કારણે જ લોકો તેમની પાસે સલાહ સૂચન માંગવા આવે છે. પૃથ્વી તત્વ દર્શાવે છે કે જે દેખાય છે તે જ સાચું છે. મકર રાશિમાં પૃથ્વી તત્વ માત્ર પાયો જ નહીં પરંતુ સમગ્ર માળખું સૂચવે છે. આ તત્વ સ્થિર પાયાનો નિર્દેશ કરે છે અને નિશ્ચિતપણે એમ માને છે કે આપણે જે રીતે સરકતી રેતી પર ઘર ન બાંધી શકીએ તે રીતે નક્કર પાયા વગર આપણું જીવન સ્થિર ન બનાવી શકીએ.
મકર જાતકોની શક્તિઃ
ગમે તેવા અવરોધોમાંથી પણ બહાર આવવાનું કૌશલ્ય એ આપની સૌથી મોટી તાકાત છે.
મકર જાતકોની નબળાઈઃ
ઘડીભરના પણ વિરામ વગર સતત કામ કર્યા કરવું એ આપનો જીવનમંત્ર છે, અને આપનું આ વલણ જ આપની નબળાઈ માટે જવાબદાર છે.
 

મકર સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર