મકર અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા
સામાન્ય રીતે, આ જાતકોના વ્યક્તિગત લક્ષણો એકબીજા સાથે મેળ ખાતા નથી. તુલા જાતકો ખુલ્લા દિમાગના હોય છે અને સરળતાથી મિત્રો બનાવી શકે છે જ્યારે મકર જાતકો ઘણાં અંતર્મુખી હોય છે અને જીવનમાં ઘણાં ગંભીર હોય છે. મકર જાતકો સરળ જીવન અને ઉચ્ચ વિચારોના સિદ્ધાંતમાં માને છે. બીજી તરફ, તુલા જાતકો જીવનના દરેક તબક્કાને માણી લેવામાં માને છે. તેઓ મકર જાતકોને ખુશ કરવાનો પણ પ્રયત્ન કરે છે પણ પાછળથી પોતાની લાગણીઓ મુક્તપણે અભિવ્યક્ત કરી શકતા નથી. આ સંબંધને જાળવવા માટે ઘણી ધીરજની જરૂર પડે છે.
મકર પુરુષ અને તુલા સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં પુરુષ સ્ત્રીની સુરક્ષાનું ઘણું ધ્યાન રાખશે અને સ્ત્રી પણ પુરુષના સાહસમાં તેની પ્રગતિ થાય અને તે લોકો સાથે હળી-મળી શકે તે માટે તેને પ્રોત્સાહિત કરશે. છતાં, અમુક કારણોસર તેમના સંબંધને એક નવો અર્થ આપી શકે તેવા કેટલાંક રંગોનો અભાવ વર્તાય છે. તુલા રાશિની સ્ત્રીને મોજ-મજા ગમે છે અને મકર જાતક હતાશ તેમજ મુંઝવણ અનુભવતા હોય છે. તેથી, વિસંગતતા દૂર કરવા અને સંબંધને જાળવી રાખવા બંને પક્ષે ઘણાં પ્રયત્નો અને સમાધાનની જરૂર છે.
મકર સ્ત્રી અને તુલા પુરુષ વચ્ચે સુસંગતતા
તુલા રાશિનો પુરુષ ઘણી ઇચ્છાઓ ધરાવતો હોય છે, જેમ કે મિત્રો બનાવવા, નવી વસ્તુઓ શોધવી, સ્વતંત્રતાનો આનંદ માણવો, પણ મકર રાશિની સ્ત્રી ઘણી ઢીલી, શરમાળ, એકાંતપ્રિય હોય છે. તુલા પુરુષના રંગીન સ્વભાવથી તે ત્રાસી જાય છે. મકર રાશિની સ્ત્રીની જેમ, તુલા રાશિનો પુરુષ પણ બુદ્ધિશાળી અને વિચારશીલ લોકોને પસંદ કરે છે. મકર રાશિની સ્ત્રી તેના આનંદી અને શાંત વ્યક્તિત્વ સાથે તુલા રાશિના પુરુષને આકર્ષી શકે છે પણ તેમની વચ્ચેનો પ્રેમ લાંબો સમય ટકતો નથી. તેઓ સંબંધ ટકાવી રાખે તેવી શક્યતાઓ ઘણી ઓછી હોય છે.