મકર અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા
સારા તાલમેલ માટે સિંહ અને મકર જાતકો વચ્ચે કોઇપણ સામાન્ય બાબત નથી. સિંહ જાતકને હંમેશા એશ-આરામી અને વૈભવશાળી જીવન જીવવું ગમે છે જ્યારે મકર જાતક પૈસા બચાવવામાં માને છે. તેમની વચ્ચે રહેલી અસમાનતા તેમની વચ્ચે સુમેળ રહેવા દેતી નથી. મકર જાતક એકાકી અને પરાણે જિંદગી જીવતા હોય છે. પરંતુ સિંહ જાતકો ખૂબ સંવેદનશીલ અને લાગણીશીલ સ્વભાવના હોય છે. જો તેઓ બંને પોતપોતાની ત્રુટિઓને પૂરવાનો પ્રયાસ કરે તો તેમનું જીવનનું ગાડુ લાંબા સમય સુધી આગળ ગબડી શકે છે. નિષ્ઠા અને વફાદારી આ બે બાબતો તેમના સંબંધોને સાચવી શકે છે.
મકર પુરુષ અને સિંહ સ્ત્રી વચ્ચે સુસંગતતા
સિંહ મહિલા જાતકો સ્વભાવે આઝાદ, મુક્ત વિચારસરણી ધરાવતી અને મદદ કરવાની ભાવના ધરાવતી હોય છે. પરંતુ મકર પુરુષ જાતક શુષ્ક સ્વભાવનો હોય છે. તેથી તેઓ બંને વચ્ચે સ્વભાવનો તાલમેલ જામતો નથી. સિંહ મહિલા જાતક શક્તિથી ભરપુર હોય છે અને જિંદગીમાં ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હોય છે. જ્યારે મકર પુરુષ સ્વભાવે ઓછા બોલો હોવાથી તેને સમાજમાં હળવું મળવું વધારે ગમતું નથી. આ સંબંધનું એકમાત્ર સારું પાસુ એ કહી શકાય કે બંને એકબીજા તરફ સારો આદર ધરાવે છે.
મકર સ્ત્રી અને સિંહ પુરુષ વચ્ચે સુસંગતતા
આ બંનેએ સંબંધો વચ્ચે સુમેળ ટકાવી રાખવા ઘણાં પ્રયાસો કરવા પડે છે. સિંહ પુરુષ જાતકનો ઝગડાળુ અને વિલાસપ્રિય સ્વભાવ મકર મહિલા જાતકના સ્વભાવ સાથે મેળ ખાતો નથી. મકર મહિલાને ઓછી વાતચીત કરવી પસંદ છે જ્યારે સિંહ પુરુષ જાતક હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા ઇચ્છતો હોય છે. બંને જણાં દુનિયાને પોઝિટિવ દ્રષ્ટિકોણથી જ જુએ છે, જે બાબત તેમના સંબંધો વિકસાવવામાં મદદ કરે છે. બંને વચ્ચેના સંબંધો ખૂબ સરળ અને એકરાગ બનાવવા હોય તો ઇર્ષા, માલિકીભાવ કે એકલતા તેમના સ્વભાવની લાક્ષણિકતાઓનો એક ભાગ ન બનવા જોઇએ.