Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
મકર – મિથુન સુસંગતતા
મકર અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા
આ સંબંધ પર મિથુન જાતકોના કામાસક્ત સ્વભાવ અને મકર જાતકોના શાંત વલણને કારણે ખરાબ અસર પડે છે. મકર રાશિની વ્યક્તિ દરેક કામ ખૂબજ ચોકસાઇથી કરે છે જ્યારે મિથુન જાતક માટે નિયમોનું પાલન કંટાળાજનક બની રહે છે. મિથુન જાતકો નિરસ કામ કે બાબતને યંત્રવત રહીને કરી શકતા નથી જ્યારે મકર જાતકો જીવનસફર નિરસ હોવા છતાં ચાલતા રહે છે. મિથુન જાતકો વાતને ગંભીરતાથી લેવાનું શીખી જાય તો આ સુસંગતતાને વેગ મળી શકે છે અને સામે મકર જાતકોએ જીવનને આનંદ સાથે જીવી જવાની કળા પણ શીખવી પડશે.
મકર પુરુષ અને મિથુન સ્ત્રી વચ્ચે સુસંગતતા આ સંબંધમાં સ્ત્રી વધારે પડતી સાહસિક હોય છે અને પુરુષ રૂઢિચુસ્ત હોય છે. પુરુષની લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠાનો સ્ત્રી આદર કરશે અને પુરુષ સ્ત્રીના ઉત્સાહી સ્વભાવથી ખુશ થશે. જ્યોતિષશાસ્ત્ર આ સંબંધને ઘણો સારો નથી ગણાવતું. પુરુષને સ્ત્રીની સાહસિક વૃત્તિ નહીં ગમે અને સ્ત્રીને એવો પુરુષ નહીં ગમે જે તેને સાહસિક પ્રવૃત્તિઓમાં જોડાતા રોકતો હોય. આ સંબંધમાં સુસંગતતા જળવાઇ રહે તે માટે બંનેએ એકબીજાના જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.
મકર સ્ત્રી અને મિથુન પુરુષ વચ્ચે સુસંગતતા મકર રાશિની સ્ત્રી મિથુન રાશિના પુરુષની વિનોદવૃત્તિ તેમજ સ્ફોટક વિચારધારાથી મંત્રમુગ્ધ થઇ જાય છે. સ્ત્રીનું કોમળ હ્રદય પુરુષના રંગીન મિજાજથી દુઃખી થાય છે. સ્ત્રી પોતાની નાની દુનિયા પ્રેમ અને વિશ્વાસથી ભરપૂર હોય તે માટે પ્રયત્ન કરે છે પણ પુરુષ નિરંકુશ સ્વતંત્રતા ઇચ્છતા સ્વભાવને કારણે બીજા રસ્તા તરફ વળે છે. સ્ત્રીના સહિષ્ણુ સ્વભાવનો પુરુષના તરંગી સ્વભાવ સાથે મેળ ન બેસે તેવી પણ શક્યતા છે. આ સુસંગતતાને વધારે સારી બનાવવા માટે પુરુષે સ્ત્રીને જતુ કરતા શીખવવું જોઇએ અને પોતે પોતાના રંગીન મિજાજ પર અંકુશ મુકવો જોઇએ.