For Personal Problems! Talk To Astrologer

મકર વિસ્તૃત સમજ

મકર રાશિ વિશે વિસ્તૃત સમજ

મકર રાશિના ચિહ્નમાં મોંનો ભાગ હરણ જેવો હોય છે જ્યારે બાકીનું શરીર પાણીમાં તરતા મગર જેવું હોય છે. કાળપુરુષના અંગમાં આ રાશિ ઘૂંટી પર તેનો અમલ છે અને નદી તેમ જ જંગલો તેના પ્રિય નિવાસસ્થાનો પૈકીના સ્થળો છે.

રાશિચક્રની દસમી રાશિ મકર સખત મહેનતુ રાશિ છે. હંમેશા કામને જ પૂજા ગણતા આ રાશિના જાતકો, માને છે કે દુનિયા લાગણીહીન છે અને ચોક્કસાઈ અને ચીવટપૂર્વક કામ કરવા માટેનો કોઈ જ શોર્ટકટ નથી. મોટાભાગે શાંત અને મિથ્યાભિમાની લાગતા આ જાતકો સશક્ત અને ચેતનવંતા હોય છે અને વફાદાર મિત્રો બનાવે છે,

સામાન્યપણે મકર જાતકો પાતળા, લાંબી ડોક ધરાવતા, નબળા દાંતવાળા અને મજબૂત હાડકા ધરાવતા હોય છે. તેમના માથામાં ઘાટ્ટા વાળ ઉગે છે. અણીયાળી હડપચીના કારણે મકર જાતકો અન્ય લોકો કરતા અલગ તરી આવે છે. જો કે તમને એલર્જી, હાઈ બ્લડપ્રેશર અને પીઠના દુઃખાવા જેવી સમસ્યાઓ રહે છે.

મકર જાતકો ટોચે પહોંચવાની મહત્વાકાંક્ષા સાથે ઓફિસમાં આખો દિવસ ખુશીથી કામ કરે છે. મહત્વાકાંક્ષા અને દ્રઢ નિર્ણયશક્તિના કારણે જ તેઓ આ રીતે ત્યાં કામ કરી શકે છે. વ્યવહારુ, અત્યંત ચોક્કસાઈવાળા અને કોઈપણ પ્રશ્નનો વ્યવહારુ દ્રષ્ટિએ ઉકેલ લાવતા, આ જાતકો તેમના લક્ષ્યને ખૂબ જ સમર્પિત રહે છે અને લગભગ જડતા કહી શકાય એટલી હદે તેને વળગેલા રહે છે. મકર જાતકોને પ્રતિષ્ઠા, ખ્યાતિ અને નાણાં જેવા સફળતાના લાભો જેમ કે મેળવવા ગમે છે અને તે મેળવવા માટે કદાચ મરણિયા પણ બની જાય છે.

ખંતીલા, નીતિમત્તાવાળા, સખત મહેનતુ, મહત્વાકાંક્ષી, સતર્ક, સહિષ્ણુ, ધીરજવાન, શિસ્તપાલક, ગણતરીબાજ અને આત્મવિશ્વાસુ મકર જાતકો કામમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ભાગ્યે જ કરતા હોવાથી તેમની સાથે કામ કરતા લોકોમાં આ જાતકો સૌથી ભરોસાપાત્ર બની જાય છે. તેઓ તમામ તકલીફોને સ્વસ્થતાથી સહન કરે છે અને તેઓ આત્મ-સંતુષ્ટ તેમજ પથ-શોધક હોય છે. ફરજ, નિઃસ્વાર્થભાવ અને સમર્પણની આગવી સમજ ધરાવતા આ જાતકો, બીજાનું ભલું કરવાની વૃત્તિના કારણે લોકો તરફથી પ્રસંશા મેળવે છે. ઘણી વખત આ કારણે તેઓ સ્વભાવે મૂડી અને પોતાનું જ નુકસાન વહોરી લેનારા પણ બની જાય છે પરંતુ જીવનમાં મેળવેલા બહોળા અનુભવોના કારણે તેઓ પાછલી ઉમરમાં ઠરેલ અને અનુભવી વ્યક્તિ તરીકેનું સ્થાન મેળવે છે.

મકર રાશિનો અધિપતિ ગ્રહ આધ્યાત્મિક શનિ હોવાથી, તેઓ પોતાના જીવન માટે ઉચ્ચ ધોરણો નિર્ધારિત કરે છે અને પોતાના અંગત અવકાશને વધુ મહત્વ આપે છે.તેથી એકાંતની શોધમાં રહેતા આ જાતકોનું અંગત અને જાહેરમાં વર્તન અલગ અલગ હોય છે.

મકર જાતકો ખૂબ જ ચતુર વ્યાપારી હોય છે અને ભાગ્યે જ ક્યારેક અવિચારી નિર્ણય લે છે. ખૂબ જ મહત્વાકાંક્ષી હોવાના કારણે જ તેમના નિકટની વ્યક્તિ કે જીવનસાથી પણ સફળતા મેળવે તેવી તકેદારી રાખતા હોય છે પછી ભલે તેઓ સ્પર્ધા ઉતરવાની પાત્રતા ન ધરાવતા હોય.તેઓ પોતાની ગતિથી કામ કરીને પોતાનાથી બનતું શ્રેષ્ઠ પરિણામ આપે છે. શિક્ષણ, ઉદ્યોગ, ખેતીવાડી, એન્ટિક એટલે કે પ્રાચીન ચીજવસ્તુઓના કામકાજમાં નાણાં ઘણી મહેનતથી મળતા હોવા છતાં તેઓ આ ક્ષેત્રે સારી સફળતા મેળવી શકે છે.

સંતાનની સાચો પ્રેમ મેળવવાની માટેની ઉત્કટ ઈચ્છાઓમાં જેમ માતાપિતા અવરોધરૂપ બનતા હોય છે તે જ રીતે રાશ્યાધિપતિ શનિ પણ મકર જાતકોની પ્રેમ અને રોમાન્સની ઉત્કટતા પર લગામ મૂકી તેમને શાંત, વ્યવહારુ તેમજ ગંભીર બનાવે છે. મકર જાતકો માટે વૃષભ, વૃશ્ચિક અને કન્યા રાશિના જાતકો સારા જીવનસાથી બની શકે છે, જેમને સ્થાયી થઈને રહેવાનું પસંદ હોય છે અને પોતાના જીવનસાથી પ્રત્યે ખૂબ જ વફાદાર રહે છે.

મકર સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર