ઉત્તરષાઢા નક્ષત્રઃઆ નક્ષત્રના દેવ વિશ્વ દેવતા છે અને સ્વામી સૂર્ય છે. આ રાશિના નબળા ગુણ આ નક્ષત્રમાં બાકાત થઈ જાય છે. તેમનામાં ઉત્સાહ વધારે અને સ્વાર્થ ઓછો જોવા મળે છે. આ જાતકોમાં મોટી હરણફાળ ભરવાની વૃત્તિ હોય છે. તેમનામાં સ્વાર્થ સાથે પરમાર્થની ભાવના પણ હોય છે. આ જાતકો ભવિષ્યનો વિચાર કરી વર્તમાનમાં થોડુ જતુ કરવાની વૃત્તિ પણ ધરાવે છે.પાત્રની પસંદગી પણ સારી કરે છે.શ્રવણ નક્ષત્રઃઆ નક્ષત્ર સાથેની રાશિના દેવ વિષ્ણુ અને સ્વામી ચંદ્ર છે. આથી આ નક્ષત્રમાં આ રાશિના કેટલાક દુર્ગુણો વિકસે છે. આ નક્ષત્રમાં જન્મેલા જાતકો તેમના નાના પણ આકર્ષક ચહેરાથી ઓળખાતા હોય છે. મોટેભાગે, તેઓ શાંતિપ્રિય, ધાર્મિક અને સિદ્ધાંતવાદી હોય છે. તેઓ એન્જિનિયરીંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે સારૂં કામ કરી શકે છે. તેમનું કૌટુંબિક જીવન ઘણું સુખી અને સરળ હોય છે.ધનિષ્ઠા નક્ષત્રઃઆ રાશિ અને નક્ષત્રના દેવ વાસવ છે અને સ્વામી મંગળ છે. આથી તેમનામાં ઉત્સાહનો અતિરેક જોવા મળે છે. તેઓ કોઈપણ બાબતે ખૂબ જ સારી પક્કડ ધરાવે છે. તેમનામાં સ્વાર્થ વૃત્તિ થોડી ઘટે છે. જાતીય સુખનું જોમ, તે અંગેની ભૂખ અને તે મેળવવાનું ઝનૂન વધારે જોવા મળે છે. |
||
સંસ્કૃત નામ : મકર | નામનો અર્થ : મકર | પ્રકાર : પૃથ્વી- મૂળભૂત-નકારાત્મક | સ્વામી ગ્રહ : શનિ | ભાગ્યશાળી રંગ : તપખીરીયો , ઘેરો ભુરો, ગ્રે અને કાળો | ભાગ્યશાળી દિવસ : શનિવાર