For Personal Problems! Talk To Astrologer

મકર – મકર સુસંગતતા

મકર અને મકર રાશિ વચ્ચે સુસંગતતા

મકર જાતકો હંમેશા વિશ્વાસુ, ભરોસાપાત્ર, અને ખંતીલા હોય છે. તેઓ ધીમે પણ મક્કમ ડગલે આગળ વધનારા અને રેસ જીતનારા કાચબા જેવા હોય છે અને તેઓ ધ્યેય સિદ્ધ કરવા શક્ય હોય તેવા બધા જ પ્રયત્નો કરે છે. તેઓ ઘણાં સંવેદનશીલ હોય છે અને સરળતાથી પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરી શકતા નથી. તેઓ જોમ-જુસ્સાથી છલકાતા હોય છે અને ક્યારેય આળસ અનુભવતા નથી. તેઓ પોતાના જીવનસાથી માટે પ્રામાણિક હોય છે અને તેમના તરફથી પણ પ્રામાણિકતાની આશા રાખે છે. સ્વભાવે તેઓ રમતિયાળ હોય છે.

મકર પુરુષની મકર સ્ત્રી વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચે સુસંગતતા ઘણી સારી હોય છે, કારણ કે તેઓ બંને એક જ રાશિના છે. જીવનમાં તેમની મહત્વકાંક્ષાઓ ઘણી ઊંચી હોય છે અને ધ્યેય સિદ્ધ કરવા માટે તેઓ ઘણી મહેનત કરતા હોય છે. તેઓ ક્યારેય લાગણીઓના વહેણમાં તણાઇ જતા નથી, અને જીવન તરફ ઘણો વ્યવહારૂ અભિગમ દાખવે છે. તેઓ સારો સંબંધ બાંધી શકે છે. તેમની વચ્ચે સુસંગતતા સ્થપાવાની શક્યતા ઘણી વધારે છે. તેમનો રમતિયાળ સ્વભાવ તેમના જીવનને આનંદથી ભરી દેશે. તેમને વ્યવહારૂ જગતમાં રહેવાનું અને જીવનમાં પોતાનો ધ્યેય સિદ્ધ કરવાનું ગમે છે. તેઓ એકબીજાને પ્રામાણિક રહે છે અને સંબંધમાં સ્થિરતા જાળવી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરીમાં દરેકની સાથે તમારે શાંતિથી વર્તન કરવું પડશે. ખાસ કરીને કામ પ્રત્યે અતિ ઉત્સાહ અથવા આવેશના કારણે અન્યો સાથે ટકરાવની શક્યતા છે. જોકે તમે હરીફો અને વિરોધીઓને પછાડવામાં પાછા નહીં પડો. વ્યવસાયમાં તમે ખાસ કરીને મીડિયા,…

મકર પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો માટે શરૂઆત સારી રહેવાથી તમે પ્રિયપાત્રના સંગાથમાં સંતોષની લાગણી અનુભવશો. મધ્યના તબક્કામાં તમારું મન વિચારોના આટાપાટામાં વધુ અટવાયેલું રહેશે જેથી પ્રિયપાત્ર સાથે મુલાકાતમાં અથવા પ્રેમની અભિવ્યક્તિમાં ખાસ મજા…

મકર આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં કેટલાક આર્થિક લાભો થતા તમારો આત્મવિશ્વાસ જળવાશે. મધ્ય ચરણમાં છોડા ખર્ચ થઈ શકે છે જેમાં ખાસ કરીને અણધાર્યા ખર્ચ તમારું બજેટ ખોરવવાનો પ્રયાસ કરશે. અંતિમ ચરણમાં આવક-જાવકનું પલ્લું સંતુલનમાં રહેવાથી તમે આર્થિક…

મકર શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો માટે શરૂઆતથી સારો સમય છે. સપ્તાહના મધ્યમાં તમારું મન થોડુ ચંચળ રહે અને અભ્યાસનો થાક રહેવાથી તમારી ગતિ ધીમી પડે પરંતુ વ્યાપક દૃશ્ટિએ જોતા તમારા માટે સમય સારો છે. બૌદ્ધિક પ્રતિભા ખીલવવા તમે કોઇ નવું કૌશલ્ય શીખો…

મકર સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય બાબતે ચડાવઉતારની સ્થિતિ જણાઈ રહી છે. શરૂઆતમાં અને અંતિમ ચરણમાં તમે થોડી સારી સ્થિતિનો અહેસાસ કરો પરંતુ મધ્ય ચરણ આપના માટે થોડુ પીડાદાયક પુરવાર થઈ શકે છે. ખાસ કરીને આ સમયમાં માથામાં દુખાવો, નાકમાંથી લોહી નીકળવું,…

નિયતસમયનું ફળકથન