For Personal Problems! Talk To Astrologer

મકર – મેષ સુસંગતતા

મકર અને મેષ રાશિ વચ્ચે સુસંગતતા

મેષ અને મકર રાશિના વ્યક્તિઓ ઘણાં પ્રોત્સાહિત હોય છે, તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ બનાવે છે. સ્વાવલંબી સ્વભાવ, સર્જનાત્મકતા અને સ્વાયત્તતા મેષ રાશિના મુખ્ય સ્વભાવગત લક્ષણો છે, જ્યારે મકર રાશિની વ્યક્તિ હંમેશા વ્યવસ્થિત યોજનાબદ્ધ માર્ગ પર જવાનું જ પસંદ કરે છે જે સુસંગત અને સ્થિર હોય. જીવનને માણવા મેષ રાશિની વ્યક્તિ ક્યારેય નાણાંની ચિંતા નહીં કરે જ્યારે મકર જાતકોને ભવિષ્યની સુરક્ષા વિશે ચિંતા રહે છે. આ સંબંધને સફળ બનાવવા કે ધંધામાં ભાગીદારી માટે પણ બંને તરફ ઘણી સહિષ્ણુતાની જરૂર છે.

મકર પુરુષ અને મેષ સ્ત્રી વચ્ચે સુસંગતતા
મેષ રાશિની સ્ત્રી અને મકર રાશિના પુરુષ વચ્ચે કંઇક લાક્ષણિક સંબંધ હોય છે કારણ કે તેઓ બંને એકબીજાથી બિલકુલ અલગ હોય છે. મેષ સ્ત્રી ઘણી ઉત્સાહી અને પોતાની લાગણીઓને ત્વરિત અભિવ્યક્ત કરનારી હોય છે જ્યારે મકર રાશિનો પુરુષ ઘણો અંતર્મુખી પણ કૃતનિશ્ચયી હોય છે. પરંતુ આપ જાણો છો તેમ બે વિરોધી લક્ષણો ધરાવતી વ્યક્તિઓ એકબીજાથી આકર્ષાતી હોય છે, શક્ય છે કે મેષ રાશિની સ્ત્રી અને મકર રાશિના પુરુષ એકબીજા સાથે એકદમ સારી જોડી બનાવી શકે. ગણેશજીની સલાહ છે કે શાંતિથી જીવન જીવવા માટે બંનેએ ધીરજ અને સહિષ્ણુતા દાખવવી જરૂરી છે.

મકર સ્ત્રી અને મેષ પુરુષ વચ્ચે સુસંગતતા
બંને વ્યક્તિઓ ઘણું સારું વ્યક્તિત્વ ધરાવતી હોવાથી તેમનામાં એકબીજાને આકર્ષવાની ક્ષમતા હોય છે. મેષ રાશિના પુરુષનો ઉડાઉ અને આવેગી સ્વભાવ મકર રાશિની સ્ત્રીને હંમેશા નડ્યા કરે છે. આ મહત્વકાંક્ષી સ્ત્રીનું સૌથી પહેલું કામ હવામાં ઊડતા મેષ રાશિના પુરુષને જમીન પર લાવવાનું હોય છે. સમાધાનકારી વલણ ન અપનાવવાની તેમની વૃત્તિ તેમની વચ્ચે સુમેળ સધાવામાં અંતરાયરૂપ બને છે. તેમનો સંબંધ સારો રાખવા સ્ત્રીએ આ અવતરણ યાદ રાખવું જોઇએ કે સારી પત્ની એ છે જે પોતાની ભૂલ નથી તેમ જાણતી હોવા છતાંય માફી માંગે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારા સ્થાવર મિલકત સંબંધિત નાના-મોટા સોદા પાર પડી શકે છે. આયાત-નિકાસના કામકાજમાં આપની સ્થિતિમાં અણધાર્યો ફેરફાર થાય, તમે જુના ક્લાયન્ટ છોડીને નવા તરફ વળો તેવું બની શકે છે. અગત્યના દસ્તાવેજ, કરારો વગેરેમાં જરાય…

મકર પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમીઓ માટે આ સમય સાનુકૂળ છે. તમારામાં વિજાતીય પાત્રો પ્રત્યે ઘણું આકર્ષણ રહેશે. આપના પ્રેમસંબંધોને પરિવાર તરફથી મંજૂરી મળે જેથી પરિણયસૂત્રમાં પણ આપ બંધાઈ શકો છો. નોકરી-વ્યવસાયના સ્થળે આપને વિજાતીય વ્યક્તિ સાથે મૈત્રી થાય….

મકર આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે ધંધામાં નાણાં પુરતા પ્રમાણમાં મળી રહેશે. દૂરના અંતરે કે પરદેશથી આવકનો પ્રવાહ ચાલુ રહેશે. મલ્ટી-નેશનલ કંપનીમાં કામ કરતા જાતકોને સારી તકો મળશે. ટ્રેડિંગ, કન્સલ્ટન્સિ, કોમોડિટી, શેરબજાર વગેરે ઝડપથી નાણાં કમાઈ આપતા…

મકર શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

અભ્યાસમાં આપનું પુનરાવર્તન અને એકાગ્રતા વધારવી પડશે. તમે અત્યારે ધ્યાન તો આપતા જ હશો પરંતુ સાથે સાથે ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવું પણ જરૂરી છે. ખાસ કરીને મેડિટેશન દ્વારા તમારે એકાગ્રતામાં વધારો કરી શકો છો. ઉચ્ચ અભ્યાસમાં…

મકર સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આપની સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી જણાઈ રહી છે. ઘરમાં કે બહાર બિનજરૂરી ઉતાવળ ન રાખવાની સલાહ છે. શરૂઆતના સમયમાં ચક્કર આવવા, માનિસક તણાવ, જમણી આંખમાં સખત દુઃખાવો, સ્નાયુ ખેંચાવા, હાડકામાં દુઃખાવો થઈ શકે છે. ગરમી, અગ્નિ તેમજ…

નિયતસમયનું ફળકથન