For Personal Problems! Talk To Astrologer

મકર – કુંભ સુસંગતતા

મકર અને કુંભ રાશિ વચ્ચે સુસંગતતા

મકર રાશિની વ્યક્તિ ન્યાય પ્રિય અને ઉદ્યમી સ્વભાવ ધરાવતી હોય છે. તેઓ સીધા અને સરળ હોય છે જ્યારે કુંભ જાતક પ્રકૃતિ પ્રેમી હોય છે અને દરેક કામ સર્જનાત્મકતાથી કરે છે. કુંભ જાતક સહાનુભૂતિ ધરાવનારા અને વર્તમાન પરિસ્થિતિથી બહુ જલ્દી અસર પામનારા હોય છે. તેઓ એકબીજાની પ્રશંસા કરે તો તેમની સુસંગતતા ઉત્તમ હોય છે. પણ, જ્યારે નજીવી બાબતો પર તેમની વચ્ચે સંઘર્ષ થાય ત્યારે પરિસ્થિતિ સાવ બદલાઇ જાય છે. જો તેઓ એકબીજાના નકારાત્મક પાસાઓને અવગણવાનો પ્રયત્ન કરે તો આ સંબંધ સરળતાથી આગળ વધી શકે.

મકર પુરુષ અને કુંભ સ્ત્રી વચ્ચે સુસંગતતા
મકર રાશિનો પુરુષ તેની સ્ત્રી પાર્ટનરને હંમેશા સમાન મહત્વ આપે છે. તે અભ્યાસુ, બિનપક્ષપાતી અને સરળ વ્યક્તિ હોય છે. આ સ્ત્રી ખરાબ પરિસ્થિતિમાં તેની પડખે આવીને ઊભી રહે છે. પોતાના આત્મવિશ્વાસ અને વિષમ સંજોગોમાં લડત આપવાના ગુણોને કારણે મકર રાશિનો પુરુષ તેની તરફ આકર્ષાય છે. તેઓ મતભેદો દૂર રાખવાનો પ્રયત્ન કરશે તો તેમનો સંબંધ ટોચ પર પહોંચશે. આ સુસંગતતા એટલી ખરાબ નથી.

મકર સ્ત્રી અને કુંભ પુરુષ વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચે પ્રેમ કરતા મિત્રતાના સંબંધો વધુ સારા હોય છે. કુંભ રાશિના પુરુષને લોકો સાથે હળવું મળવું અને પાર્ટીમાં જવું ગમે છે. લોંગ ડ્રાઇવ પર જવા તેઓ આતુર હોય છે. મકર રાશિની સ્ત્રી અંતર્મુખી અને પ્રામાણિક સ્વભાવને કારણે તે ઘણીવાર ચિડાઇ જાય છે. જો તેઓ એકબીજાના પૂરક બને અને સંબંધોની કડવાશને ભૂલી શકે તો સુસંગતતાની દ્રષ્ટિએ આ સંબંધ સારો બની શકે . તેમના જીવનમાં આ સંબંધ પ્રેમની હૂંફ પૂરી પાડી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મકર વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે અત્યારે તમે ઘણી સારી સુઝબુઝ અને ઉત્સાહ સાથે આગળ વધશો પરંતુ સપ્તાહના મધ્યમાં થાક લાગવાથી અને શરીરમાં થોડી સુસ્તિ રહેવાથી કામમાં મન ઓછુ લાગશે. દૂરના અંતરના કામકાજો, આયાતનિકાસ, ઈન્ટરનેટક આધારિત કાર્યો, કૃષિ,…

મકર પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સમયમાં તમે મોટાભાગના સમયમાં રોમેન્ટિક વિચારોમાં ખોવાયેલા રહેશો અને પ્રિયપાત્ર સાથે મુલાકાત અથવા નવા સંબંધોની શરૂઆતની પણ શક્યતા છે. સપ્તાહના મધ્યને બાદ કરતા મોટા ભાગના સમયમાં તમે પ્રિયપાત્ર માટે તમારા દિલમાં વિશેષ લાગણીનો…

મકર આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆતમાં તમે આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો જ્યારે મધ્યમમાં ખર્ચ સાથે થશે જેમાં ધાર્મિક અને તબીબી બાબતોમાં વધુ ખર્ચની શક્યતા છે. તમને સરકાર દ્વારા મળતા લાભ જેમકે ટેક્સમાં છુટછાટ, ટેક્સ રિબેટ, સબસિડી…

મકર શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

જેમને ગૂઢ અને આધ્યાત્મિક વિદ્યા અથવા પરાવિજ્ઞાનના રહસ્યો જાણવામાં રુચિ હોય તેમના માટે સપ્તાહના મધ્યનો સમય સારો છે જ્યારે સામાન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરૂઆતમાં અભ્યાસમાં રુચિ રહેશે. જેઓ ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરે છે…

મકર સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યની હાલમાં ખાસ મોટી સમસ્યા જણાતી નથી પરંતુ પહેલા દિવસે મધ્યાહન સુધી તમને માનસિક રીતે થોડી વ્યાકુળતા અને સુસ્તિ વર્તાશે. સંતાન ઈચ્છુક જાતકોને હાલમાં આશાનું કિરણ દેખાશે. દાંતમાં દુખાવો, પેઢાની સમસ્યા અથવા ગળામાં બળતરા…

નિયતસમયનું ફળકથન