For Personal Problems! Talk To Astrologer

કર્ક રાશિ

કર્ક જાતકોની જીવનશૈલી

શારીરિક બાંધોઃ
કર્ક જાતકોનું માથું મોટું, ચહેરો ગોળ અથવા લંબગોળ હોય છે અને કોઈ પણ પ્રકારની લાગણીઓની અભિવ્યક્તિ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમની ભ્રકુટીનો આકાર એકદમ સુંદર હોય છે. મોં મોટું અને ખભા તથા પગ બાકીના શરીરની સરખામણીમાં લાંબા હોય છે. તેમનું પેટ બહાર દેખાતું હોય છે.

સ્વાસ્થ્યઃ
કર્ક જાતકોનું સ્વાસ્થ્ય સામાન્યપણે સારૂં રહે છે. છાતી કે પેટના દર્દો ઓછા પરેશાન કરે છે. પરંતુ તેમને વધુ પડતા વજનની સમસ્યા હોય છે.

સૌદર્ય ટીપ્સઃ
કર્ક જાતકોએ દેખાવનું ઘણું ધ્યાન રાખવું પડે છે કારણ કે તેમનું પેટ બહાર આવતું હોય છે. તેથી તેમને ઘણી કસરત કરવી પડે છે. કર્ક રાશિની છોકરીઓએ મોતીઓની માળા પહેરવી જોઇએ.

મનગમતી ખાદ્યસામગ્રીઃ
કર્ક જાતકોને જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો અને શાકભાજી ભાવતા હોય છે જેમકે કાકડી, કોળું, કોબિજ, કંદમૂળ, ભાજી, મશરૂમ વગેરે. તેમણે વધારે પાણી પીવુ જોઇએ. પેસ્ટ્રીઝ અને કેક ન ખાવી જોઇએ. તેમને માછલી ખાવાની સલાહ આપવામાં આવે છે.

આદતોઃ
કર્ક જાતકો એક જ લઢણમાં ગોઠવાઇ જવાનું વલણ ધરાવતા હોવાથી ટેવોના ગુલામ બની જાય છે.

કર્ક સાપ્તાહિક ફળકથન – 13-10-2019 – 19-10-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કર્ક | નામનો અર્થ : કર્ક | પ્રકાર : જળ- મૂળભુત- નકારાત્મક | સ્વામી ગ્રહ : ચંદ્ર | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ | ભાગ્યશાળી દિવસ : સોમવાર, ગુરુવાર