કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2021માં આર્થિક સ્થિતિ એકંદરે સારે રહે અને તમે એક કરતાં વધારે માધ્યમોથી કમાણી કરો તેવી શક્યતા છે. અહીં ધ્યાન રાખવાની સૌથી મોટી બાબત એ છે કે, તમને એવી પણ કેટલીક તકો મળશે જ્યાં તમને અનિચ્છિત રીતોથી ધન પ્રાપ્તિનો માર્ગ દેખાશે પરંતુ શક્ય હોય ત્યાં સુધી આવા માર્ગોથી દૂર રહેવું અન્યથા આવનારા સમયમાં તેમના કારણે તમારી બદનામી થાય અથવા કોઇ અન્ય સમસ્યા ઉભી થઇ શકે છે. વર્ષનો મધ્ય ભાગ થોડો નબળો રહેવાની શક્યતા છે માટે આ સમયમાં ખર્ચ પર વિશેષ ધ્યાન આપવું પડશે. જો તમે કોઇ મોટી મહત્વાકાંક્ષા પૂરી કરવા માંગતા હોવ તો, તેના માટે બેંક અથવા અન્ય ફાઇનાન્સ કંપનીમાંથી લોન લેવાનું ટાળજો. વર્ષનો અંતિમ હિસ્સો આપના માટે વધુ અનુકૂળ છે. આ સમયમાં તમે વ્યાવસાયિક ભાગીદારી સાથે મળીને કોઇ નવી યોજનાનો અમલ કરી શકશે અને તમારા વેપાર માટે તે હિતકારક હશે.