For Personal Problems! Talk To Astrologer

કર્ક વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2020)

લગ્નજીવનમાં શરૂઆત સારી છે પરંતુ જાન્યુઆરીના અંત પછી સંબંધો થોડા ધીમા પડે અથવા કોઇપણ કારણથી પારસ્પરિક નીરસતા વધી શકે છે. વર્ષના મધ્યમાં તમારી વચ્ચે વિજાતીય આકર્ષણ રહેવા છતાં કોઇને કોઇ કારણથી સંબંધો ધીમી ગતિએ આગળ વધતા હોય તેવું લાગશે. જેઓ નવી શરૂઆત કરવા જઇ રહ્યા છે તેમને પણ કોઇપણ કારણથી અવરોધો કે વિલંબ થઇ શકે છે. લગ્ન અંગેનો નિર્ણય લેવા માટે શરૂઆતનો સમય સારો છે. લગ્નોત્સુક જાતકોને યોગ્ય જીવનસાથીની શોધ માટે એપ્રિલથી જુલાઇ સુધીનો તબક્કો આશાસ્પદ છે. આ સમયમાં પ્રેમસંબંધોની પ્રબળ શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને સપ્ટેમ્બર મહિના પછી નવા સંબંધોની શરૂઆત કરવાનું અથવા કોઇ ખાસ પાત્રને પ્રપોઝ કરવાનું ટાળજો. સપ્ટેમ્બર પછી શરૂ થયેલા સંબંધોનું ભાવિ કેવું હશે તે કહેવું મુશ્કેલ છે. આમ પણ તમે અત્યાર સુધી જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ રાખ્યો છે અને તેની વાતો માની જ છે તો આવનાર સમયમાં પણ તે અનુસાર ચાલશો તો વધુ ફાયદામાં રહેશો. વર્ષના ઉત્તરાર્ઘમાં તમારા પ્રોફેશનલ સંબંધોમાં કંઇક નવીનતા આવી શકે છે. જોકે, તે સારી કે ખરાબ હશે તેનો આધાર માત્રને માત્ર તમારા સ્વભાવ અને વર્તન પર છે.

કર્ક સાપ્તાહિક ફળકથન – 25-10-2020 – 31-10-2020

કર્ક માસિક ફળકથન – Oct 2020

કર્ક સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કર્ક | નામનો અર્થ : કર્ક | પ્રકાર : જળ- મૂળભુત- નકારાત્મક | સ્વામી ગ્રહ : ચંદ્ર | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ | ભાગ્યશાળી દિવસ : સોમવાર, ગુરુવાર

વધુ જાણો કર્ક