ગ્રહોની સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે, કર્ક જાતકોનું ધ્યાન વર્ષ 2021માં ખાસ કરીને ગૂઢ અને અધ્યાત્મિક બાબતોને લગતા વિષયોમાં વધુ કેન્દ્રિત રહેશે. તમે વિષયને ઉંડાણપૂર્વક સમજશો પરંતુ તમારી તમારા મનપસંદ વિષયોમાં જ વધુ ધ્યાન આપશો. આના કારણે બાકીના વિષયોમાં તમે પાછા પડો તેવી શક્યતા છે. આથી, અભ્યાસમાં સંતુલન રાખવાની સલાહ છે. ભૂગોળ, ઇતિહાસ, કોમ્પ્યૂટર, પ્રોગ્રામિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે વિષયોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2021 ઘણું ઉપયોગી પુરવાર થશે અને તેનું ઘણું સારું પરિણામ મેળવી શકશો. ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓને શરૂઆતના મહિનાઓમાં સફળતાના યોગ છે પરંતુ તેમણે કોઇ વરિષ્ઠ વ્યક્તિની સલાહ વગર આગળ ના વધવું જોઇએ. વિદેશમાં જઇને અભ્યાસ કરવાનું સપનું જોઇ રહેલા વિદ્યાર્થીઓને આ દિશામાં આ વર્ષે ગતિવિધિ તેજ થઇ શકે છે અને વર્ષના મધ્યમાં આ બાબતે સફળતા મળવાના બહેતર યોગ છે.