કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2021 ખૂબ જ સારું ફળ આપનારું જણાઇ રહ્યું છે. તમે જો તમારી માનસિક ચિંતાઓને દૂર રાખો અને તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશો તો, આ વર્ષ તમારે માટે ઉત્તમ પૂરવાર થઇ શકે છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. તમને પોતાની સ્થિતિમાંથી ઘણું બધું શીખવા મળશે જેથી તમારા જીવનમાં આગળ વધી શકશો. આ વર્ષે વેપાર ધંધા અને નોકરીમાં પણ બહેતર પ્રગતિની તકો જણાઇ રહી છે. તમે એક સફળ વ્યવસાયી બની શકશો. તમે ધંધામાં માત્ર પોતાના લાભનો વિચાર કરવાના બદલે સમાજના હિતને પણ ધ્યાનમાં રાખશો અને એ પ્રકારે જ કામ કરશો. તમારા જાહેર માન-પ્રતિષ્ઠામાં પણ વધારો થવાના યોગ છે. આ વર્ષમાં આપની સમૃદ્ધિના બહેતર યોગો જણાઇ રહ્યા છે. તમારી સમક્ષ કેટલાક પડકારો ચોક્કસ આવશે પરંતુ તેનો સામનો કરવાની હિંમત અને આવડત બને તમારામાં રહેશે જેથી તમે પરિસ્થિતિને પોતાના તરફી ફેરવીને તેમાંથી લાભ મેળવી શકશો. લગ્નોત્સુક જાતકોને આ વર્ષમાં યોગ્ય જીવનસાથી મળે તેવા યોગો પણ બની રહ્યાં છે. તમને ભોજનમાં અતિ મસાલેદાર અને તેલવાળી ચીજોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષમાં તમારું વજન વધવાની શક્યતા હોવાથી ખાસ કરીને જેમને પહેલાંથી જ મેદસ્વીતાની સમસ્યા હોય તેમણે સાવચેત રહેવું. વર્ષ 2021માં કર્ક જાતકો માટે સારી વાત એ છે કે, પ્રણયજીવનમાં કેટલીક વાસ્તવિકતાઓ તમારી સામે આવશે અને જેમને પ્રેમ કરો છો તેમના પ્રત્યે વફાદાર રહીને તમે સંબંધોમાં ઘનિષ્ઠતા લાવવામાં સફળ રહેશો. જો, આ બાબત ચુકશો તો સ્થિતિ ઘણી વિપરિત થઇ શકે છે. તમે 2021માં તમારા પરિવાર પર વધુ ધ્યાન આપશો અને પારિવારિક જવાબદારીઓ ઘણી સારી રીતે નિભાવશો. આમ કરવાથી પરિવારમાં તમારું માન વધશે અને સ્નેહ પ્રાપ્ત થશે. આ સ્થિતિ તમને માનસિક સંતોષ અપાવશે. તમે પડકારોથી જરાય પણ ગભરાયા વગર તેનો સામનો કરીને વિજયી બનશે.