આરોગ્ય બાબતે તમે શરૂઆતના બે દિવસમાં માનસિક બેચેની અને વ્યાકુળતા અનુભવો પરંતુ તા. 20થી સ્ફૂર્તિ અને ઉર્જાનો અહેસાસ થશે. તમે વ્યક્તિત્વ વિકાસ માટે અથવા મન પ્રફુલ્લિત થાય તે માટે કોઈ વધારાની પ્રવૃત્તિઓમાં જોડાવ તેવી પણ સંભાવના છે. અત્યારે તમારે ખાસ કરીને ગરમીજન્ય રોગો, ત્વચાની બળતરા, આંખોમાં બળતરા વગેરેથી સાચવવું પડશે. આ ઉપરાંત બિનજરૂરી ઉતાવળ ટાળવી કારણ કે આકસ્મિક ઇજાની શક્યતા પણ રહેશે.