For Personal Problems! Talk To Astrologer

કર્ક – કન્યા સુસંગતતા

કર્ક અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા

કર્ક રાશિનું પ્રતિનિધિત્વ કરચલો કરે છે. તે ઘણો સંવેદનશીલ અને ધીમો હોય છે જ્યારે કન્યા જાતકો તર્કસંગત અને ધીરજવાળા હોય છે. તેમના લક્ષણો અલગ-અલગ હોવા છતાં તેઓ એકબીજા સાથે મનમેળ સાધી શકે છે. કર્ક જાતકોનો દેખાવ આકર્ષક હોય છે જે કન્યા જાતકોને આકર્ષી શકે છે પણ તેમનો વારંવાર બદલાતો મૂડ કન્યા જાતકોને પ્રતિકૂળ પરિસ્થિતિમાં મૂકી દે છે. કર્ક જાતકોને વ્યવહારૂ દ્રષ્ટિકોણ ગમે છે અને સામે કન્યા જાતકોની સાદગી તેમને ગમે છે. કર્ક જાતકોના લાગણીશીલ અને દયાળુ વર્તનને કારણે કન્યા જાતકો તેમની તરફ આકર્ષાય છે.

કર્ક રાશિના પુરુષ અને કન્યા રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં પુરુષને જ્યારે જરૂર હોય ત્યારે સ્ત્રી હંમેશા તેને ખુશ રાખવાનો અને લાડ લડાવવાનો પ્રયત્ન કરે છે અને પુરુષ તેની કલ્પનાશક્તિ, સારી યાદશક્તિ અને આકર્ષકતા દ્વારા સ્ત્રીને મોહિત કરશે. તેઓ બંને એકબીજાને સુસંગત હોય છે કારણ કે તેઓ એકબીજાને ઘણી સારી રીતે સમજી શકે છે. આ બે રાશિઓ એકબીજા સાથે પ્રેમ, લાગણી અને વિશ્વાસથી જોડાયેલી હોય છે. તેમણે ફક્ત પોતાની સંવેદનશીલતા અને ટીકાખોર સ્વભાવને અંકુશમાં રાખવાની જરૂર છે.

કર્ક રાશિની સ્ત્રી અને કન્યા રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
એવું યુગલ આપને ભાગ્યે જ જોવા મળશે જે લાંબા સમયથી એકબીજાની સાથે હોય અને સુખેથી જીવતું હોય અને આ યુગલ તેમાંનું એક છે. તેમાં સ્ત્રી ઘણી લાગણીશીલ અને પરાવલંબી હોય છે અને પુરુષ સ્ત્રીને જોઇતી સુરક્ષા અને હૂંફ હંમેશા પૂરી પાડે છે. પુરુષ પોતાની લાગણીઓની અભિવ્યક્તિ નથી કરી શકતો અને સ્ત્રી તેના વારંવાર બદલાતા મૂડ પર અંકુશ ન મૂકી શકતી હોવાથી તેમની વચ્ચે ઉગ્ર ચર્ચા થવાની પણ શક્યતાઓ રહેલી છે. જો કે, આ બંને જાતકો એકબીજા પાસેથી શીખે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિને ટાળવાનો પ્રયત્ન કરે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે સપ્તાહની શરૂઆતથી તમારામાં ઉત્સાહ અને એકાગ્રતા બંને સારા રહેવાથી પોતાની પ્રગતિનો માર્ગ ઘડી શકશો. તેમાં પણ ખાસ કરીને સર્જનાત્મક ક્ષેત્રોમાં નોકરી કરતા જાતકો તેમની અનોખી સુઝ અને કલ્પનાશક્તિથી ઉત્તમ પરફોર્મન્સ…

કર્ક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો માટે શરૂઆતમાં તમે પ્રોફેશનલ કાર્યોમાં વ્યસ્ત રહેવાથી ઓછુ ધ્યાન આપો પરંતુ સપ્તાહના મધ્યનો સમય ઘણો સારો જણાઇ રહ્યો છે. આ સમયમાં તમે પ્રિયપાત્ર સાથે મુલાકાતો ગોઠવો તેમજ અવિવાહિતોને પણ યોગ્ય પાત્ર સાથે ભેટો થવાની…

કર્ક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક બાબતોમાં અત્યારનો સમય લાભદાયક છે પરંતુ સપ્તાહના અંતિમ ચરણમાં તમારે ખર્ચ પર થોડો અંકુશ રાખવો પડશે અન્યથા તમારું કોઈ મહત્વનું કાર્ય નાણાંના અભાવે અટકી શકે છે. સપ્તાહના મધ્યમાં નાણાકીય સહિત અન્ય લાભો મળવાની શક્યતા વધુ છે….

કર્ક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો માટે અત્યારે સારો સમય ચાલી રહ્યો હોવાથી જો તે આયોજનપૂર્વક આગળ વધશો અને જરૂર જણાય ત્યાં યોગ્ય વિદ્વાનની મદદ અને સલાહ પ્રમાણે આગળ વધશો તો ચોક્કસપણે આગામી સમયમાં ઉત્તમ ફળ મેળવી શકશો. તમારું બૌદ્ધિકતાનું સ્તર…

કર્ક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડશે કારણ કે તમને સ્વાદના ચટાકા લેવાની વારંવાર ઈચ્છા થશે અને પેટ પુરો સાથ નહીં આપે માટે પેટની સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આ ઉપરાંત ઋતુગત સમસ્યાઓમાં પણ તમે થોડી બેચેની અને વ્યાકૂળતા અનુભવશો….

નિયતસમયનું ફળકથન