For Personal Problems! Talk To Astrologer

કર્ક – વૃષભ સુસંગતતા

કર્ક અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા

આ સુસંગતતા તેમની આસપાસના વ્યવસ્થિત વાતાવરણને કારણે આગળ વધે છે. તેમની સંવેદનશીલતાના કારણે તેમનું જીવન ઉષ્માથી ભરાઇ જશે. આ સંબંધ તેમના સરળ જીવનમાં ચમત્કાર લાવી શકે છે. કરૂણા અને કાળજીવાળો સ્વભાવ તેમજ સરળતાથી મિત્રો બની જવાના ગુણો બંનેમાં જોવા મળે છે. તેઓ વ્યસ્ત જીવનથી દૂર ભાગે છે. તેઓ પોતાની દુનિયામાં મસ્ત રહે છે અને તેમની આસપાસ શું બની રહ્યું છે તેને ધ્યાનમાં લેતા નથી.

કર્ક રાશિના પુરુષ અને વૃષભ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધ સ્વર્ગમાં બનેલો હોય છે કારણ કે તેઓ જીવનપર્યત આ સંબંધ માણે છે. સ્ત્રી તેના જીવનસાથીને આરામ અને હૂંફ આપવા હંમેશા તૈયાર હોય છે સામે પુરુષ તેનો બદલો વફાદાર રહીને વાળે છે. તે રોમેન્ટિક પ્રકારનો પુરુષ હોય છે જે હંમેશા સ્ત્રીનો હાથ પકડીને રોમાન્સ કરવા તૈયાર હોય છે. ઘર અને હ્રદયનું મહત્વ તે બંને માટે એક સરખું હોય છે.

કર્ક રાશિની સ્ત્રી અને વૃષભ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
તેઓ એકબીજાની લાગણીની જરૂરિયાત પૂરી કરવા માટે સાથે હોય છે. પુરુષને સ્ત્રીની કલ્પનાશક્તિ ગમે છે અને તેના કારણે સ્ત્રીની સર્જનાત્મકતામાં વધારો થાય છે. પુરુષને પ્રેમ માટે એકાંતવાળી જગ્યા જોઇએ છીએ અને સ્ત્રી પણ તેમજ ઇચ્છતી હોય છે. બીજી તરફ, પુરુષનો સંરક્ષણાત્મક સ્વભાવ સ્ત્રીની સુરક્ષાની જરૂરિયાતને હંમેશા પૂરી કરે છે. આ સંબંધમાં સમસ્યા ત્યારે જ ઉદભવે છે જ્યારે પુરુષ અમુક વસ્તુઓ પર અંકુશ મુકવાનો પ્રયત્ન કરે છે અને સ્ત્રીને તે ન ગમે તેવી શક્યતા છે. આ પ્રકારની લાગણીમાંથી તેઓ બહાર આવે તો તેમને ખરેખર સુખ મળી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે ખાસ કરીને સરકારી નોકરી અથવા સરકાર સંબંધિત કાર્યોમાં તમે આગળ વધશો. શરૂઆતથી જ તમારું લક્ષ્ય પ્રોફેશનલ પ્રગતિ પર કેન્દ્રિત હોવાથી આયોજનપૂર્વક તમે આગળ વધશો. પૂર્વાર્ધમાં તમને કામકાજમાં થોડી પ્રતિકૂળતા અથવા કંટાળો આવે…

કર્ક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધોમાં પૂર્વાર્ધનો તબક્કો ખાસ આશાસ્પદ સમય ન ગણી શકાય કારણ કે, પહેલાં દિવસે મધ્યાહનથી ત્રીજા દિવસે સાંજ સુધી તમારું મન અજંપામાં રહેશે આના કારણે જો તમે વર્તમાન સમયમાં કોઈની સાથે સંબંધોમાં હશો તો મુલાકાતોમાં વિલંબ થશે…

કર્ક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી તમને થોડા લાભ થાય પરંતુ તે પછીના સમયમાં ખર્ચની શક્યતા વધશે. સપ્તાહના મધ્યમાં તમે વ્યક્તિત્વ વિકાસ માટે, સૌંદર્ય પાછળ અથવા મન પ્રફુલ્લિત થાય તેવી પ્રવૃત્તિઓમાં પાછળ ખર્ચ કરો તેવી શક્યતા છે….

કર્ક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

શિક્ષણમાં તમે ધીમી ગતિએ આગળ વધશો. પૂર્વાર્ધમાં તમે અભ્યાસથી વિમુખ રહેવાનું પણ ઇચ્છો તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં મેડિટેશન કરવું. અંતિમ ચરણમાં અભ્યાસ સંબંધિત મહત્વની ચર્ચા થઇ શકે છે. વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગતા જાતકોને…

કર્ક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

શરૂઆતના ચરણમાં તમને મનોમન કોઈ અજંપો રહેવાની અથવા જે બીમારી નથી તેની શંકામાં રહેવાથી મન વ્યાકુળ રહે તેવી સંભાવના વધુ છે પરંતુ ઉત્તરાર્ધમાં આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આપ જો માનસિક પ્રફુલ્લિતા મળે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લો…

નિયતસમયનું ફળકથન