કર્ક જાતકો બિન્દાસ ન હોય તો સારા પ્રેમી બની શકે છે. આપ લગ્ન બાદ બહુ ઝડપથી અને સરળતાથી સેટલ થઇ જાવ છો. બીજાની સંભાળ લેવાનું આપનું વલણ સામેની વ્યક્તિને પ્રેમ અને કાળજીનો અનુભવ કરાવે છે. આપનો અચાનક બદલાતો મૂડ અને ખચકાટ આપના સુખી સંબંધોમાં અવરોધ ઊભો કરી શકે છે. સાફ શબ્દોમાં કહીએ તો આપની માતા આપનું લગ્નજીવન ન બગાડે તેનું ધ્યાન રાખજો.